શાહરુખ ખાનના 'પઠાન'માં 6 પેક એબ્સ જોઈને મલાઈકા પાણી પાણી થઇ ગઈ, એવું કરી બેઠી કે શરમ આવશે - Chel Chabilo Gujrati

શાહરુખ ખાનના ‘પઠાન’માં 6 પેક એબ્સ જોઈને મલાઈકા પાણી પાણી થઇ ગઈ, એવું કરી બેઠી કે શરમ આવશે

બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ ‘પઠાન’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલા ‘પઠાન’નું ટીઝર પણ રિલીઝ પરંતુ તેમાં ખાલી દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ નજર આવ્યા હતા. ચાહકો શાહરુખ ખાનના લુકને જોવા માટે આતુર હતા પરંતુ ખાલી બેકગ્રાઉન્ડમાં ખાલી તેમનો અવાજ જ સાંભળવા મળ્યો હતો. હવે શાહરુખ ખાને જાતે જ તેમના ચાહકોની તમન્ના પુરી કરી દીધી હતી.

શાહરુખ ખાન આ દિવસોમાં બધી બાજુ છવાયેલા છે. ક્યારેક તે SRK+ની એડ કરતા નજર આવતા હોય છે તો ક્યારેક ‘પઠાન’નું ટીઝર શેર કરી દેતા હોય છે. એટલું જ નહિ તેનો પઠાન લુક પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. શાહરુખ ખાને એક તસવીર શેર કરી છે જેમાં સિક્સ પેક એબ્સની સાથે નજર આવી રહ્યા છે. આ તસવીરને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

સુપરસ્ટાર શાહરુખ ખાનની પોસ્ટ આજકાલ તેમના ચાહકોને ઘણી સરપ્રાઈઝ આપી રહી છે. તેવી જ એક પોસ્ટ હવે શાહરુખ ખાને ફરી વાર કરી છે. જયારે 25 માર્ચે ટ્વિટર પર #ThodaRukShahRukh ટ્રેન્ડ કરી રહ્યું હતું. શાહરુખ ખાને આ ટ્રેન્ડ પર હવે તેનો રિસ્પોન્સ આપ્યો છે. કિંગ ખાને ટ્વિટ કરીને તેની શર્ટલેસ તસવીર શેર કરી છે જેના તેના એબ્સ જોઈ શકાય છે. જણાવી દઈએ કે શાહરુખ ખાને ચાર વર્ષ પછી ફિલ્મ ‘પઠાન’થી સિલ્વર સ્ક્રીન પર પાછા આવી રહ્યા છે.

ઘણા સેલેબ્સે શાહરુખના નવા લુકના વખાણ કરી રહ્યા છે તેવામાં મલાઈકા અરોરા પણ શાહરુખના નવા લુક પર ફિદા થવાથી ખુદને રોકી શકી નહિ. મલાઈકા અરોરાએ આ તસવીરને તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા લખ્યું હતું કે ઉફ એટર્નલ ફેન ગર્લ. આ રીતે મલાઈકાએ શાહરુખ ખાનની ચાહક બતાવી હતી અને તસવીર શેર કરી હતી. શાહરુખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પઠાન’ની શૂટિંગ કરી રહ્યા છે. મલાઈકાની પહેલા સુહાના ખાને પિતા શાહરુખ ખન્ના લુકના વખાણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ફિલ્મનું એક ટીઝર રિલીઝ કરતા અભિનેતાએ લખ્યું હતું કે,’મને ખબર છે કે મોડું થઇ ગયું છે પરંતુ તારીખ યાદ રાખજો. પઠાનનો સમય હવે શરુ થાય છે. 20 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં મળીશું. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહી છે.

Live 247 Media

disabled