17 વર્ષની નાની ઉંમરમાં બની ગઈ હતી વૈશ્યા, આ હિરોઇનનું બોલીવુડમાં આવીને બદલાઈ ગયું જીવન
એક સમયે હતી વૈશ્યા જીસ્મનો ધંધો કરતી, પછી એના જીવનમાં થયો ચમત્કાર
ઘણા લોકોનો જીવન સંઘર્ષ એવો હોય છે તે જાણીને આપણને પણ ઘણીવાર નવાઈ લાગતી હોય છે. જીવનમાં આવેલી એક તક ઘણું બધું બદલી પણ દેતી હોય છે અને ક્યારેક આપણી ગરીબી આપણને એ હદ સુધી લઇ જાય છે જે ક્યારેય આપણે વિચાર્યું પણ ના હોય, પણ કહેવાય છે ને કે જયારે કિસ્મત સાથ આપે છે ત્યારે માણસને રોડ ઉપરથી ઉઠાવી મહેલમાં મૂકી દે છે. એવી જ એક કહાણી આજે અમે તમને જણાવીશું.
અમે આજે વાત કરી રહ્યા છીએ અમે શુગુફ્તા રદીફની. જે આજે બોલીવુડમાં એક મોટી રાઇટર છે. ભટ્ટ કેમ્પ માટે આજે તે ફિલ્મોની વાર્તાઓ લખે છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે તેને ગરીબીના કારણે વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ જવું પડ્યું હતું. શુગુફ્તાનું જીવન પણ કોઈ ફિલ્મ કરતા ઓછું નથી, શુગુફ્તા અનાથ હતી તેની દેખરેખ અનવરી બેગમે કરી.
અનવરી બેગમે શુંગાફટને જીવનની દરેક ખુશીઓ આપી, પરંતુ સમય જતા તે પણ ગરીબીમાં સપડાઈ ગયા. ગુજરાન ચલાવવા માટે તેમને પોતાની બંગડીઓ પણ વેચવી પડી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ ડગમગવા લાગી હતી. જરિયાતના સમયે અનવરી શુગુફ્તાનો સહારો બની હતી, હવે વારો શુગુફ્તાનો હતો અનવરીને આ મુસીબતના સમયમાં મદદ કરવાનો. અને તેના કારણે જ શુગુફ્તાએ માત્ર 12 વર્ષની ઉંમરે જ પ્રાઇવેટ પાર્ટીઓમાં નાચવાનું શરૂ કરી દીધું હતું.
આ પાર્ટીઓ પણ જેવી ટીએવી પાર્ટીઓ નહોતી, પરંતુ તેનું વાતાવરણ એકદમ કોઠા જેવું જ હતું. અહીંયા મોટા મોટા લોકો પોતાની પ્રેમિકા અને વેશ્યાઓ સાથે આવતા હતા. આ જગ્યાએ શુગુફ્તા નાચતી અને લોકો તેના ઉપર પૈસા ફેક્ટ હતા. પૈસા જોઈને શુગુફ્તા એ રીતે ખુશ થતી જેમ તેને જન્નત મળી ગઈ હોય. જે લોકોએ શુગુફ્તાને સાચવી હતી, મોટી કરી હતી, તે પરિવારની મદદ કરવા માટે શુગુફ્તા આવી પાર્ટીમાં નાચતી રહી અને તેને પૈસા મળતા રહ્યા. ત્યારબાદ એક એવો સમય આવ્યો જયારે શુગુફ્તાનું જીવન વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલાઈ ગયું હતું, તે 17 વર્ષની ઉંમર બાદ આ વ્યવસાયમાં જોડાઈ ગઈ.વર્ષો સુધી શુગુફ્તા આજ વ્યવસાયમાં જોડાયેલી રહી.
શુગુફ્તાના પરિવારને પણ આ વાતની ખબર હતી કે દેહ વિક્રયનાં ધંધામાં જોડાયેલી છે, પરંતુ શુગુફ્તાને આ વાતની ખુશી હતી કે તે તેના પરિવાર માટે પૈસા કમાઈ રહી છે, તેના પરિવારનું પેટ ભરી રહી છે. વધારે પૈસા કમાવવાની લાલચમાં તે દુબઈમાં પણ ચાલી ગઈ અને દુબઈમાં તે બારમા ડાન્સર તરીકે પણ જોડાઈ ગઈ હતી. પરંતુ તેની માતાની બીમારીના કારણે તેને પાછું ફરવું પડ્યું, અને તેની માતાનું કેન્સરના કારણે નિધન થઇ ગયું, અને શુગુફ્તા માટે દુઃખોનો પહાડ તૂટી પડ્યો પરંતુ શુગુફ્તા ગભરાયા વિના જ આગળ વધતી રહી.
પરંતુ તેના જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જયારે તેની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ. શુગુફ્તાને લેખનમાં રસ હતો અને ભટ્ટ કેમ્પ સાથે જોડાઈને તેને પોતાના લેખનની શરૂઆત કરી, તેમને ઘણી ફિલ્મોની વાર્તાઓ લખી અને મહેશ ભટ્ટની ફિલ્મોમાં શુગુફ્તાની વાર્તાઓ હિટ થવા લાગી. શુગુફ્તાએ “અવારાપન”, “રાઝ”, “મર્ડર-2″, અને ‘આશિકી-2” જેવી હિટ ફિલ્મોની વાર્તાઓ લખી છે.