સારા અલી ખાને બ્લેક થાઇ-હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને ઉઘાડી થઇ ગઈ, સાવકી મમ્મી અને પપ્પા સેફ તસવીરો જોઈને શરમાઈ જશે
ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કરનારી સારા અલી ખાન ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં એક મોટુ નામ બની ચૂકી છે. ફિલ્મ કેદારનાથ બાદ સારાની ફેન ફોલોઇંગ જબરદસ્ત વધી અને તે બાદ અભિનેત્રીએ કરિયરમાં ક્યારેય પાછુ વળીને જોયુ નથી. પટૌડી પરિવારની દીકરી સારા હંમેશા ખબરોમાં બની રહે છે. સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. તે ઘણીવાર પરિવારના લોકો સાથે તસવીરો પણ શેર કરતી રહે છે. પોતાના અંદાજ અને લુકને લઇને સારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
એકવાર ફરી તે પોતાના હોટ લુકને કારણે ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહી છે. ગત રાત્રે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેણે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ હતુ. ટ્રાંસપરન્ટ બ્લેક ડ્રેસમાં સારા ગજબની ખૂબસુરત લાગી રહી હતી અને ચાહકો પણ તેની પોસ્ટ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.અભિનેત્રીએ બ્લેક થાઇ-હાઇ સ્લિટ ડ્રેસને સારી રીતે કેરી કર્યો હતો, જે એખ બ્રા સ્ટાઇલ ટોપ સાથે અટેચ હતો. સારાનો આ લુક ચાહકોના હોંશ ઉડાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ચાહકો સારાની આ તસવીરો પર જબરદસ્ત કોમેન્ટ્સ કરી રહ્યા છે.જો કે, કેટલાક યુઝર્સ સારાને તેના બોલ્ડ લુકને લઇને ટ્રોલ પણ કરી રહ્યા છે, તો કેટલાક તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, તેના ડ્રેસની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે.સારા અલી ખાનના બોલ્ડ અફોટોશૂટની તસવીરોને થોડા જ કલાકોમાં 10 લાખથી વધુ લોકોએ પસંદ કરી હતી. પ્રિયંકા ચોપરા-વરુણ ધવને દિલવાળુ ઇમોજી શેર કર્યુ હતુ. જ્યારે જાહ્નવી કપૂરે પણ તસવીરો પર કમેન્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સારા અવારનવાર પોતાના ફેન્સને ઘાયલ કરી દે છે. તેણે પોતાના ઘણા બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હાલમાં જ તેણે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સારા અલી ખાનનું બાળપણથી જ હિરોઈન બનવાનું સપનું હતું અને તેનું આ સપનું પ્રથમ ફિલ્મ કેદારનાથમાં ડેબ્યુ સાથે પૂર્ણ થયું હતું.
View this post on Instagram
તેની પ્રથમ ફિલ્મ ઘણી સફળ રહી હતી. આ પછી તે સિમ્બા, લવ આજ કલ 2, કુલી નંબર વન અને અતરંગી રેમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો તે ગેસ લાઈટ અને લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.