સારા અલી ખાને રસ્તા વચ્ચે ટપોરી સ્ટાઇલમાં 'ટિંકુ જીયા' ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે...વીડિયો થઇ ગયો વાયરલ - Chel Chabilo Gujrati

સારા અલી ખાને રસ્તા વચ્ચે ટપોરી સ્ટાઇલમાં ‘ટિંકુ જીયા’ ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે…વીડિયો થઇ ગયો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની દરેક સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તેની એનર્જી અને તેની સ્ટાઇલ લોકોના મન મોહી લે છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઇલનો જાદુ ફેલાવતી પણ જોવા મળે છે. લોકો તેના શેર કરેલા વીડિયોને ખૂબ પસંદ કરે છે અને કેટલાક તો એવા વાયરલ પણ થઈ જાય છે કે વાત ના પૂછો. ત્યારે ફરી એકવાર સારા અલી ખાન તેના એક વીડિયોને લઇને ચર્ચામાં આવી છે, જેમાં તેની એનર્જી અદભૂત દેખાઈ રહી છે, વીડિયોમાં તેની ક્રેઝી સ્ટાઇલ જોવા મળી રહી છે.

સારા અલી ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સારાનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આમાં સારા અલી ખાન સાથે હેરસ્ટાઈલિસ્ટ સેંકી એવર્સ પણ જોવા મળે છે. વીડિયોમાં સારાએ ફની રીતે કોફી પીતા પહેલા અને પછી વચ્ચેનો તફાવત જણાવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સારા પહેલીવાર ‘બાહોં મેં ચલે આઓ…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

આ દરમિયાન હેરસ્ટાઈલિસ્ટ તેના વાળને સવારે છે. કોફી પછી, સારા રસ્તા વચ્ચે ‘ટિંકુ જિયા…’ ગીત પર ઠુમકા લગાવતી જોવા મળે છે. તેની સ્ટાઈલ એકદમ શાનદાર લાગે છે. સારા સાથે હેરસ્ટાઈલિસ્ટ પણ ડાન્સ કરે છે. વીડિયોમાં સારા ઓરેન્જ કલરના લહેંગામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સારાએ વીડિયોની સાથે ફની કેપ્શન લખ્યું છે. સારાએ તેના હેરસ્ટાઈલિસ્ટને પણ ટેગ કર્યું છે. સારાની આ ફની પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

યુઝર્સ હાસ્યના ઇમોજી અને ફની કોમેન્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે. તે જ સમયે, લોકો સારાની સ્ટાઈલના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સારા તારી ઉર્જા અદ્ભુત છે. તમે ખૂબ જ સકારાત્મક છો.અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ જ ક્યૂટ છો સારા જી.’ એક યુઝરે લખ્યું, ‘તમે હંમેશા અમારા ચહેરા પર સ્મિત લાવો છો.’ પરંતુ તે જે રીતે ડાન્સ કરી રહી હતી તેને જોઈને લોકો હવે તેને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાકે કહ્યુ કે, એવી રીતે ડાન્સ કરી રહી છે કે જેમ કોઈ જોતું નથી. બીજી તરફ સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.આ સિવાય તેની પાસે ગેસલાઈટ પણ છે, જેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. સારા અલી ખાન બોલિવૂડમાં જે ઝડપે આગળ વધી રહી છે. તેને જોઈને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં તેની લાંબી અને સારી સફર થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Live 247 Media

disabled