સારા અલી ખાનને ફોટોગ્રાફરથી લાગ્યો ધક્કો, ભડકેલી અભિનેત્રી બોલી- તમે લોકો... - Chel Chabilo Gujrati

સારા અલી ખાનને ફોટોગ્રાફરથી લાગ્યો ધક્કો, ભડકેલી અભિનેત્રી બોલી- તમે લોકો…

થોડા દિવસો પહેલા બોલિવુડની બેબો કરીના કપૂર પેપરાજી પર બૂમ પાડતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. ત્યારે હવે કરીના બાદ અભિનેત્રી સારા અલી ખાન પણ પેપરાજી પર ગુસ્સે થઈ ગઈ અને તેણે કેમેરા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. સારા ગુસ્સામાં પોતાની કારમાં બેસી ગઈ અને કોઈપણ રીતે પોઝ આપવાની ના પાડી દીધી. સારા અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા ફોટોગ્રાફર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવતી જોવા મળી રહી છે. સારા તેના નવા પ્રોજેક્ટના સેટમાંથી બહાર આવે છે અને ત્યાં હાજર પેપરાજી વચ્ચે તેની તસવીર લેવા માટે સ્પર્ધા થતી જોવા મળી રહી છે.

આ દરમિયાન સારા અલી ખાન એક વ્યક્તિ સાથે અથડાય છે. આ પછી સારા ઉતાવળે પોતાની કારમાં બેસી જાય છે. જે વિડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે જ્યારે પેપરાજી તેની પાસેથી ફોટોની વિનંતી કરે છે, ત્યારે સારાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહી છે. પેપરાજીની વિનંતી સાંભળીને સારા અલી ખાન માત્ર એટલું જ કહે છે કે પછી તમે લોકો ધક્કા મારો છો. આટલું કહીને સારા અલી ખાન ત્યાંથી નીકળી જાય છે. સારા અલી ખાનની આ પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વીડિયો જોયા બાદ ઘણા લોકો સારા અલી ખાનના સમર્થનમાં સામે આવ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યારેક ખરેખર આ બધું સહનશક્તિ બહાર હોય છે.’ અન્ય એક યુઝર કહે છે કે, ‘આ પેપ્સ ક્યારેક એવા કામ કરે છે કે લોકો ઇચ્છતા ન હોવા છતાં રિએક્ટ કરવા માટે મજબૂર થઈ જાય છે.’ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાનને છેલ્લી વાર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સારાની આગામી ફિલ્મોની યાદી પણ ઘણી રસપ્રદ છે. સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે વિક્કી કૌશલ સાથે જોવા મળશે. આ સિવાય સારા ‘નખરેવાલી’ અને ‘ગેસલાઇટ’ અને ધ ઈમોર્ટલ ઓફ અશ્વત્થામામાં પણ જોવા મળશે.

Live 247 Media

disabled