મોરબી પહોંચેલી સારા અલી ખાને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી લીલા લહેર કર્યા? જાણો શું છે મામલો - Chel Chabilo Gujrati

મોરબી પહોંચેલી સારા અલી ખાને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી લીલા લહેર કર્યા? જાણો શું છે મામલો

ગેસલાઇટ મુવિના શુટિંગ માટે બોલિવુડના ખ્યાતનામ કલાકારો મોરબીના મહેમાન બન્યા હતા. ભુત પોલીસ ફિલ્મના ડાયરેક્ટર પવન ક્રિપ્લાની આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી, ચિત્રાંગદા સિંહ જોવા મળશે. રમેશ તુરાણીની ટીપ્સ ફિલ્મ દ્વારા આ કામગીરી ચલાવાઇ રહી છે. આ ફિલ્મનું શુટિંગ મોરબી ખાતે આવેલા પેલેસમાં પણ શુટિંગ થવાનું છે. જેના અનુસંધાને સ્ટાર કાસ્ટ અહીં આવી પહોંચી છે.

વિકી કૌશલ સાથે દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ સારા હવે પવન ક્રિપલાનીની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. વાંકાનેરના ભવ્ય પેલેસમાં આગામી સપ્તાહથી ફિલ્મ ‘ગેસ લાઈટ’નું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન, અભિનેતા વિક્રાંત મૈસી, અભિનેત્રી ચિત્રાંગદાસિંહ સહીત વાંકાનેરના શુટીંગ માટે આવ્યા છે.

સારા અલી ખાન રાજકોટ આવી હતી કારણ કે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ ત્યાં થવાનું છે. સારા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તે મોરબીમાં રોકાઈને વાંકાનેર, રાજકોટમાં શૂટિંગ કરશે. સારાને પહેલીવાર વિક્રાંત અને ચિત્રાંગદા સિંહ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.

શુટિંગ અહીં થોડા સમય સુધી ચાલશે. આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર પણ ટુંક સમયમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મનો મુખ્ય વિષય વ્યવહારીક છેડતી આ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. પોતાની વિચારસરણી પર જ તે વ્યક્તિને શરમાવવી અથવા તો કોઇ વ્યક્તિને દબાણપુર્વક વર્તન કે વ્યવહાર બદલવા માટે મજબુર કરવું વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર આ ફિલ્મ બની રહી છે.

આ દરમ્યાન મોરબી પહોંચેલ સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો. પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

જો કે સારા અલી ખાને ના ચાંદલો કરાવ્યો કે ના ગળામાં હાર પહેર્યા વગર નીકળી ગઈ હતી. અભિનેત્રીના આવા વ્યવહારથી હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું. સારાને તાજેતરમાં જ પેપરાજીના કેમેરામાં સ્પોટ થઇ હતી જે એકદમ નવા દેખાવમાં જોવા મળી હતી.

Live 247 Media

disabled