મલ્ટીકલર બિકીનીમાં સમુદ્ર કિનારે સારા અલી ખાને આપ્યા સિઝલિંગ પોઝ, ફેન્સ બોલ્યા નવાબની સંસ્કારી લાડલી

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન આ સમયે તેની ફિલ્મો કરતા વધારે સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા સારાએ કો-અભિનેતા વિક્રાંત મૈસી સાથે મંદિરમાં પૂજા કરતી તસવીર શેર કરી હતી. હવે સારાએ બિકીમાં તેની દિલકશ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી હતી.

સારા જેટલો ટાઈમ તેના કામને આપે છે તેટલો જ ટાઈમ તે સોશિયલ મીડિયા પર ચાહકોને પણ આપતી હોય છે. પ્રોફેશનલ હોય છે પર્સનલ લાઈફ સારા ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને તેના લાઈફની દરેક અપડેટ આપતી રહે છે. વિકેન્ડ પર સારાએ ચાહકો સાથે જોરદાર ગ્લેમરસ તસવીર શેર કરી છે.

સારાએ સમુદ્ર કિનારે મલ્ટી કલરની બિકીમાં મસ્તી કરતાની તસવીરો શેર કરી છે. સારાનો આ બીચવિયર ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે. આ તસવીરોને શેર કરતા સારાએ લખ્યું હતું કે, સૂરજ, સમુદ્ર અને રેતી. સારાની આ તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

માલદીવમાં વેકેશન એન્જોય કરતી સારાએ બિકીમાં ઘણા બધા પોઝ આપ્યા હતા જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા લાયક હતો. મલ્ટીકલર સ્ટ્રાઇપ્ડ બિકીમાં સારા ક્યૂટ અને સ્ટાઈલિશ પોઝથી લોકોનું મન મોહી રહી હતી. બિકીમાં સારા સિઝલિંગ લાગી રહી હતી સારાને બિકીમાં જોઈને ઘણા લોકો તેની પર દિલ હારતા નજર આવી રહ્યા છે. અભિનેત્રીને જોયા બાદ ચાહકોને તેના પરથી નજર હટાવી મુશ્કેલ થઇ ગઈ હતી.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂતની ઓપોઝીટ ‘કેદારનાથ’થી ડેબ્યુ કર્યું હતું. છેલ્લી વખત સારા ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર અને ધનુષની સાથે નજર આવી હતી. આ સમયે સારા તેની આગળની ફિલ્મ ‘ગેસલાઇટ’નું શૂટિંગ કરી રહી છે જેમાં તેની સાથે વિક્રાંત મૈસી છે. આ ફિલ્મનું ડાયરેક્શન પવન કૃપલાણી કરી રહ્યા છે. તેના સિવાય સારાએ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની એક અનામ ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તેની સાથે વિક્કી કૌશલ નજર આવશે.

disabled