શું સારા અલી ખાને સિક્રેટ રીતે કરી લીધા લગ્ન? માંગમાં સિંદૂર ભરેલી તસવીર આવી સામે જાણો સત્ય - Chel Chabilo Gujrati

શું સારા અલી ખાને સિક્રેટ રીતે કરી લીધા લગ્ન? માંગમાં સિંદૂર ભરેલી તસવીર આવી સામે જાણો સત્ય

અરે બાપ રે, આ કોની સાથે લગ્ન કરી લીધા સારા અલી ખાને? માંગમાં સિંદૂર ભરેલી તસવીર આવી સામે

વર્ષ 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં પગ મુકવા વાળી અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘અતરંગી રે’ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર અને ધનુષની સાથે સારાની આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી રહ્યા છે.

પરંતુ આ સમયે સારા અલી ખાનની એક તસવીરના કારણે લાઈમલાઈટમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં સારા અલી ખાન સિંધુર ભરેલી માંગની સાથે નજર આવી રહી છે. આ તસવીરને વાયરલ થતા જ લોકો કહી રહ્યા છે કે કદાચ સારાએ સિક્રેટ લગ્ન તો નથી કરી લીધા ને? સારાની આ તસવીરે ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.

સારાની આ તસવીરમાં તેની સાથે વિક્કી કૌશલ પણ નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં અભિનેત્રીની માંગમાં સિંદૂર લગાવી નવી દુલ્હન જેવી નજર આવી રહી છે. આ તસવીર પર લોકો રિએક્ટ કરી રહ્યા છે અને તે લોકો કયાસ લગાવી રહ્યા છે કે આ સિંદૂર સાચું તો નથી ને? વાયરલ થઇ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે સારા અલી ખાને સિમ્પલ સાડી પહેરીને રાખી છે.

સારા અલી ખાન અને વિક્કી કૌશલની આ તસવીરને લોકો મજેદાર કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. એક યુઝરે કેપ્શનમાં લખ્યું કે,’સારા અને વિક્કી તસવીરમાં કપલ લાગી રહ્યા છે.’ જણાવી દઈએ કે સારા અલી ખાને કોઈ સિક્રેટ લગ્ન નથી કર્યા. તસવીર જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ ફિલ્મ સેટથી તસવીર લેવામાં આવી છે. સારા અને વિક્કી એક સાથે જલ્દી સાથે ફિલ્મ કરવાના છે.

કહેવામાં આવી રહ્યું છે કે સારા અને વિક્કી લક્ષ્મણ ઉતરેકરની ફિલ્મ ‘લુકા છિપી પાર્ટ 2’માં નજર આવી શકે છે. તેવામાં આ વાયરલ તસવીર ફિલ્મ સેટની હોઈ શકે છે. જોકે અત્યાર સુધી સારા અને વિક્કીના આગામી ફિલ્મને લઈને કોઈ પુષ્ટિ કરી નથી. સારા અને વિક્કીની આ વાયરલ તસ્વીરની સાચી કહાની હાજી સુધી આધિકારિક રૂપે સામે આવી નથી.

Live 247 Media

disabled