ઉપ્સ, બ્લુ લહેંગામાં સારા અલી ખાનનો રૉયલ લુક, લોકોએ કહ્યું-ઓવર એક્ટિંગની દુકાન - Chel Chabilo Gujrati

ઉપ્સ, બ્લુ લહેંગામાં સારા અલી ખાનનો રૉયલ લુક, લોકોએ કહ્યું-ઓવર એક્ટિંગની દુકાન

સારા અલી ખાન બોલીવુડની લોકપ્રિય સ્ટારકિડ્સમાંની એક છે.ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના અમુક જ સમયમાં તેણે સારી એવી ઓળખ બનાવી લીધી છે. સારાને પોતાના અભિનયની સાથે સાથે ચુલબુલી અદાઓ, બિંદાસ અંદાજ અને પોતાની ફેશન સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે. સારા જયારે પણ ઘરની બહાર નીકડે છે કે તે મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ જાય છે. ચાહકો પણ તેની નવી નવી તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.

 

ગત દિવસોમાં સારા દિલ્લીમાં આયોજિત ઇન્ડિયન કૉઉચર વીક-2022માં ભાગ લેવા પહોંચી હતી. અને તેણે ફેશન ડિઝાઇનર ફાલ્ગુયની અને શેન પીકોક માટે રેમ્પ વોક પણ કર્યું હતું. ફેશન વીકની તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં સારા ખુબ જ સુંદર અંદાજમાં દેખાઈ રહી છે. આ ઇવેન્ટમાં સારાએ રોયલ બ્લુ રંગનો લહેંગો પહેર્યો હતો તેમાં તે પરીથી કમ નોતી લાગી રહી.

સારાના લહેંગામાં એર્મ્બ્રોડરી વર્ક કરેલું છે. જે લહેંગાની સુંદરતા વધારી રહ્યું છે. આ આઉટફિટ સાથે સારાએ લાઇટ મેકઅપ કર્યો છે અને મિડલ પાર્ટેડ ઓપન કર્લી હેર રાખ્યા છે. સારાનું બ્લાઉઝ એકદમ ડિઝાઇનર હતું અને તેણે દુપટ્ટો પણ એકદમ અલગ રીતે કેરી કર્યો હતો જે તેને સ્ટાઈલિશ લુક આપી રહ્યો હતો.

સારાએ આ લહેંગામાં રેમ્પ વોક પર ઉતરી હતી અને તેણે એવી અદાઓ દેખાડી હતી કે તાળીઓનો ગળગળાટ થયો હતો. સારાએ વોકના દરમિયાન આબાદ અને નમસ્તેના પોઝ પણ આપ્યા હતા. જો કે અમુક લોકોને સારાની ચાલવાની સ્ટાઇલ પસંદ આવી ન હતી અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર તેનો ખુબ મજાક બનાવવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રેમ્પ વોકના દરમિયાન સારાની વોક કરવાની સ્ટાઇલ થોડી અતરંગી હતી જે લોકોને ગળે ઉતરી ન હતી, જેના પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોએ આ બાબતે સારા પર ઓવર એક્ટિંગની દુકાન, જબરદસ્તી શા માટે ચાલી રહી છે?, કમર તૂટી ગઈ છે શું?, સારા આવી રીતે શા માટે ચાલી રહી છે?, વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને તેના એક્સપ્રેશનનો પણ મજાક બનાવવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

સારા છેલ્લી વાર ફિલ્મ અતરંગી રે માં જોવા મળી હતી. સારા અપકમિંગ ફિલ્મ ગેસલાઇટમાં જોવા મળશે, જેમાં વિક્રાંત મેસી પણ હશે. આ સિવાય સારા વિક્કી કૌશલ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે જેના નામનો ખુલાસો થયો નથી.

yc.naresh

disabled