ગુજરાતની આ છોકરી બની ગઈ છે આજે રોલ મોડલ, ભૂખ્યા રહ્યા વગર જ ઉતાર્યું 30 કિલો વજન, જાણો કેવી રીતે - Chel Chabilo Gujrati

ગુજરાતની આ છોકરી બની ગઈ છે આજે રોલ મોડલ, ભૂખ્યા રહ્યા વગર જ ઉતાર્યું 30 કિલો વજન, જાણો કેવી રીતે

30 કિલો વજન ઉતારી લીધું બોલો…હાલના PHOTOS જોતા જ આંખોના ડહોળા બહાર આવીને લટકી જશે

આજકાલ મોટાભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પીડાતા હોય છે, પોતાનું વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ સરવાળે કઈ ખાસ ફેર નથી પડતો, પરંતુ આજે અમે તમને એક એવી છોકરીની વજન ઘટાડવાંની સફર જણાવીશું જેને ભૂખ્યા રહ્યા વગર જ પોતાનું 30 કિલો વજન ઘટાડ્યું હતું.

આ યુવતી બીજી કોઈ નહિ પરંતુ ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલ છે. હાલ તેના વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના વજન ઘટાડવા ઉપરાંત શરીરને સુડોળ બનાવવા માટેનાં વીડિયો ખાસા ચર્ચામાં છે.

સપનાંની હાલની અને જૂની તસવીરો જોતા જ ખ્યાલ આવી જાય કે સપનાએ પોતાનું કેટલું વજન ઘટાડ્યું છે અને કેવી રીતે ફિટ રહી છે. સપના વ્યાપ પટેલ પોતે પણ પહેલા ખુબ જ ફેટ હતી. જો કે તેણે કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું શરીર ઘડાડ્યું છે. સપના વ્યાસ પટેલ ભારતની સૌથી હોટ ફિટનેશ ટ્રેનરના રૂપમાં ગણવામાં આવે છે.

હાલ સપનાને જોતા એવું લાગે જાણે તે હિરોઇનને પણ શરમાવે તેવું સુડોળ શરીર ધરાવે છે. આ સાથી તેનામાં ગજબ સ્ફુર્તી અને શક્તિ પણ જોવા મળે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ખોરાક ઘટાડવવાના કારણે વજન ઘટી જતું હોય છે, પરંતુ ખોરાક ઘટવાના કારણે કમજોરી પણ આવી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સપના પટેલ જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. માત્ર એક જ વર્ષમાં એક્સરસાઈઝ અને યોગ્ય ફૂડ હેબિટથી 33 કિલો વજન ઘટાડીને તે ચર્ચામાં આવી. પોતાના વેઈટ રિડ્યુઝનો વીડિયો તેણે યુ ટ્યુબ પર અપલોડ કર્યો અને તે સ્ટાર બની ગઈ હતી.

હાલ સોશિયલ મીડિયા ઉપર પણ સપનાને લાખો લોકો ફોલો કરે છે, તો તેની યુટ્યુબ ચેનલ ઉપર પણ લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયોને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. સપનાએ વજન ઘટાડવા માટે કોઈ સર્જરીનો સહારો નથી લીધો, પરંતુ યોગ્ય કસરતની મદદથી આ કામ કર્યું છે.

વજન ઘટાડવા માટે સપનાનું માનવું છે કે વજન ઓછું કરવા માટે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. યોગ્ય ખાવા-પીવાથી, વર્કઆઉટ અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આ સપનાનો ફિટનેશ મંત્ર છે.

સપનાના જણાવ્યા પ્રમાણે વજન ઘટાડવા દરરોજ 1 કલાક વોક અને 45 મિનિટ અન્ય એક્સરસાઈજ કરવી જોઈએ. સપના લોકોને હેલ્થ પ્રત્યે અવેર કરવા માંગે છે, તેથી હવે તે યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને ટ્રેનિંગ આપી રહી છે

જિમમાં વર્કઆઉટ સેશન ઉપરાંત, સપના વ્યાસ પટેલ ઘણીવાર ફિટ રહેવા માટે સાયકલ ચલાવે છે.સપના હંમેશા બૉડીને શૅપમાં રાખવા માટે સખત હાર્ડવર્ક કરે છે અને લોકોને ઉપયોગી ટિપ્સ પણ આપે છે.

સપના વ્યાસ પટેલ કોઈ બોલિવૂડ એક્ટર કે મૉડલ નથી. છતાં તે આજે ઘણી મહિલાઓ માટે રોલ મૉડલ બની ગઈ છે.સપના અવાર-નવાર પોતાની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે. હવે તેને જોઈને એવું જરાય ના લાગે કે એક સમયે તેનું વજન 80kg હતું. સપનાએ અમદાવાદથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે MBA પણ કર્યું છે. 2010માં સપનાએ રીબોક પ્રોફેશનલ ફિટનેશ ટ્રેનિંગ કોર્સ જોઈન કર્યું હતું. સપનાએ અમદાવાદના ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમીથી લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું.

સપના વ્યાસે આપેલી ટિપ્સ…પાણી ક્યારે પીવું?  વજન ઘટાડવા માટે રોજનું 3 લિટર પાણી પીવું જરૂરી છે. જમ્યા પહેલાંના 40 મિનિટ પહેલા થોડું પાણી પીવાથી થોડી ભુખ મરી જાય છે જેના કારણે ભોજન પર કંટ્રોલ રહે છે. સવારે ઉઠીને લીંબુ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે પણ મધ બને તો ન નાખવું જોઈએ. કેલરી લિમિટમાં નહીં રહે તો ગ્રીન ટી કે લેમન વોટર ફાયદો નહીં કરે. આર્યુવેદ જમ્યા પછી 30 મિનિટ પછી પાણી પીવાનું કહે છે જ્યારે મોર્ડન સાયન્સ ગમે ત્યારે પાણી પીવાની પરવાનગી આપે છે. ચા કે કોફી પીધા પછી પાણી પી લેવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે

શરીરમાં ચરબી ન જામે એટલે શું કરવું?  વોકિંગ કરો 30 વર્ષ પછી વજન આપોઆપ વધે જો તમે વેઇટ ટ્રેઇનિંગ ન કરો તેથી વેઇટ ટ્રેઇનિંગ કરો. હેલ્થી ફૂડ ખાઓ, પિઝા ફાસ્ટ ફૂડ સાવ ઓછું કરી દો અથવા બંધ જ કરી દો. જો નિયમિત કસરત કરવી જ હોય તો જિમ જવું જરૂરી છે કારણ કે ત્યાં એ વાતાવરણ છે

આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી.  જીવનશૈલીમાં બને ત્યાં સુધી જંકફૂડ ન જ ખાવું, કોશિશ કરો કે દૂર રહો. વર્કિંગ મહિલાઓએ ડેસ્ક પર કોઈ ભોજન કે મુખવાસ પણ ન રાખવો જેમાં સ્યુગર વધુ હોય છે. સુગરવાળી ચોકલેટ કે બીજી વસ્તુ ક્યારેય ન ખાવું જો કોઈ ઇચ્છા થાય તો ફ્રુટ રાખો અથવા તો દહીં ખાઓ

બાળકો માટેની ટિપ્સ: જો બાળકોને તંદુરસ્ત ભોજન ખવડાવવું હશે તો તમારે પહેલાં જંક ફૂડ બંધ કરવું પડશે. બાળકોને ટીવી કે મોબાઈલ સ્ક્રિન ટાઇમ ઘટાડો. ઘરમાં જેવું વાતાવરણ હોય એનું અનુકરણ બાળકો કરશે. બાળકોને રમતગમત રમવા માટે મોટીવેટ કરો, બાળકોને ફોન આપવાના બદલે રમતગમતના ગ્રાઉન્ડમાં મોકલો. પહેલાં તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો અને પછી બાળકોને શીખવો. બાળકોને તમે હુંફ આપો, કમ્ફર્ટ ફૂડની આદત ન પાડો.

Live 247 Media

disabled