દંગલ ગર્લએ બિકીનીમાં આપ્યા પોઝ, યુઝરે કહ્યું-બાપુની દીકરી હાથમાંથી ગઈ
બોલીવુડની સિમ્પલ દેખાતી અને દંગલ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા હાલ સુપર બોલ્ડ બની ચુકી છે. સાન્યા બોલીવુડની અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે છતાં પણ તે આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરીના સ્વરૂપે યાદ કરવામાં આવે છે.
View this post on Instagram
સાન્યા મલ્હોત્રા ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની લાજવાબ તસવીરો સેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો પણ જોવા મળે છે જે સામે આવતા જ વાયરલ થઇ જાય છે. એવામાં આ વખતે તો સાન્યાએ હદ જ પર કરી નાખી અને બિકી પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી જેને જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે.
View this post on Instagram
સાન્યાએ બે તસવીર પોસ્ટ કરી છે જેમાંની એક તસવીરમાં તે સફેદ બિકી અને સ્ટોલ પહેરીને પોઝ આપી રહી છે જ્યારે બીજી તસવીરમાં તે માથા પર સફેદ હેટ પહેરીને પોઝ આપી રહી છે. તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”હાનિકારક બાપુની દીકરી હાથમાંથી નીકળી ગઈ”.જણાવી દઈએ કે તાજેતરમાં જ સાન્યા અને વિક્રાંત મૈસીની ફિલ્મ લવ હોસ્ટેલ રિલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. સાન્યા જલ્દી જ ફિલ્મ દ ગ્રેટ ઇન્ડિયન કિચનના હિન્દી રીમેકમાં જોવા મળી શકે તેમ છે.