જે મૌલાના સના ખાનને એક સમયે બહેન કહેતો હતો, અને વાતો વાતોમાં આવ્યો તેની નજીક, પછી તેની સાથે જ કરી લીધા નિકાહ, જુઓ વીડિયો
સના ખાનનો પતિ મૌલાના નિકાહ પહેલા સનાને કહેતો હતો બહેન… સના ખાને વીડિયોમાં જણાવી મોટી હકીકત
બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના સાથે લગ્ન કરી લેનારી ચર્ચિત અભિનેત્રી સના ખાન લગ્ન બાદ પણ સતત ચર્ચામાં રહેતી હોય છે. સના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયોને પણ તે શેર કરતી રહે છે. હાલ સના ખાનનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે મૌલાના મુફ્તી અનસ સૈયદ તેને એક સમયે બહેન કહેતો હતો.
સના ખાને “જય હો” અને “ટોયલેટ એક પ્રેમ કથા” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને ક્યારેક તે તેના બોલ્ડ અંદાજના કારણે બોલીવુડમાં પણ ધમાલ મચાવતી હતી. પરંતુ અચાનક તેને બોલીવુડની ગ્લેમર દુનિયાને છોડીને સંપૂર્ણ રીતે ઇસ્લામી રંગમાં રંગાઈ ગઈ અને હંમેશા ઇસ્લામી સભાઓમાં પણ જવા લાગી.
સના ખાન આ સભાઓમાં જઈને પોતાના જીવનના કિસ્સા અન્ય મહિલાઓ સાથે પણ શેર કરે છે અને તેમને જણાવે છે કે કેવી રીતે દોલત-શોહરત ભરેલી દુનિયાને છોડીને તેને મિલ્લતને પસંદ કરી અને તેનો સફર કેવો રહ્યો. એવા જ એક વીડિયોમાં સના ખાને જણાવ્યું કે કેવી રીતે તેના પતિ તે સમયે તેને બહેન-બહેન કહીને બોલાવતા હતા.
સના ખાને જણાવ્યું કે “પહેલા અમે કોઈ મૌલાનાને જોતા તો ભાગી જતા હતા, કારણ કે અમને લાગતું હતું કે તે અમારી ખેંચવાના છ અને અમને જહન્નમમાં મોકલવાના છે.” સના ખાને કહ્યું કે “વર્ષ 2018ની વાત છે. તમે વિશ્વાસ નહિ કરો કે અનસ મને બહેન કહીને બોલાવતા હતા. હું વિચારું છું ત્યારે જ મને હસવું આવી જાય છે. મને તે દાવત માટે મળ્યા હતા અને વિચારતા હતા કે એક જો કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી સાચા રસ્તા ઉપર આવી જાય છે તો કદાચ બીજી બહેનોને પણ ફાયદો થશે.
સનાએ જણાવ્યું કે “તે મને જયારે મળતા હતા ત્યારે મને જી બહેન.. હા બહેન..જી બહેન.. જી બહેન.. કહીને વાતો કરતા હતા. અને હું પણ હા.. જી… મૌલાના જી. શું ખબર હતી કે આ મારા હમસફર બની જશે.” સના ખાને આ વીડિયોની અંદર જણાવ્યું છે કે, “જયારે મારી મુલાકાત અનસ સાથે દુબઈની અંદર થઇ ત્યારે હું તેમની સાથે બે કલાક બેઠી હતી.”
सुनिए, पहले बहन बुलाया फिर पति बन गए। बहन बुलाते-बुलाते क्या प्यार हो सकता है? अगर बहन का दर्जा दिया तो फिर कोई किसी को शौहर की नज़र से कैसे देख सकता है? इनके रिश्ते से मुझे कोई शिकायत नहीं, बल्कि रिश्ते की बुनियाद से है। #SanaKhan #Marriage pic.twitter.com/73bEkKyVKu
— Rahul Pandey (@IRahulPandey1) September 21, 2021
સના ખન્ના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તેને પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ “યહી હે હાઈ સોસાયટી”થી કરી હતી. અને છેલ્લે તે ફિલ્મ “અયોગ્ય”માં નજર આવી હતી. આ દરમિયાન તે ઘણા ટીવી શો અને સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસનો પણ ભાગ રહી ચુકી છે.