સના ખાનના લગ્નને થયા બે મહિના પુરા, સનાએ આપી એવી ભેટ કે ખીલી ઉઠ્યો અનસનો ચહેરો

પતિ અનસ થઇ ગયો ખુશખુશાલ, એવી ગિફ્ટ મળી કે…ચાહકો દંગ રહી ગયા

અભિનેત્રી સના ખાને બોલીવુડને અચાનક જ અલવિદા કહીને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સોશિયલ મીડિયાની અંદર તેમની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી.

અનસ અને સનાના લગ્નને હવે બે મહિના પૂર્ણ થઇ ચુક્યા છે. પોતાના લગ્નને એ મહિના પૂર્ણ થવા ઉપર સનાએ ખાસ અંદાજમાં તેની ઉજવણી કરી અને પોતાના પતિને એક શાનદાર ગિફ્ટ પણ આપી છે.

સનાએ પોતાના લગ્નના બે મહિના પૂર્ણ થવા ઉપર પોતાના પતિને એક One plus 8 સ્માર્ટફોન ભેટમાં આપ્યો છે. તેને લઈને સનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પતિ અનસ સૈયદ ગિફ્ટ ખોલી રહ્યો છે.

સનાએ આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “આજે અમે બે મહિના પૂર્ણ કર્યા છે.” પત્ની દ્વારા મળેલી આ ભેટના કારણે અનસ ખુબ જ ખુશ નજર આવી રહ્યો છે. આ સાથે જ સનાએ એમ પણ લખ્યું છે કે “કેટલા પ્રેમથી તે જજાક અલ્લાહ કહી રહ્યો છે, જેમ તે કોઈ બાળક હોય.”

સના ખાન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાના પતિ સાથેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ તે બંને કાશ્મીરમાં હનીમૂન માણવા માટે ગયા હતા.

After post

disabled