બુર્જ ખલીફામાં 24 કેરેટ ગોલ્ડની ચા પી રહી છે સના ખાન, કિંમત સાંભળી હોંશ ઉડી જશે - Chel Chabilo Gujrati

બુર્જ ખલીફામાં 24 કેરેટ ગોલ્ડની ચા પી રહી છે સના ખાન, કિંમત સાંભળી હોંશ ઉડી જશે

ટીવી અને ફિલ્મ અભિનેત્રી સના ખાને ભલે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હોય પરંતુ તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. સના ખાને ગુજરાતના બિઝનેસમેન મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરીને મનોરંજન જગતથી દૂરી બનાવી લીધી હતી. જો કે સના સોશિયલ મીડિયા પર પહેલાની જેમ જ એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનના ફોટા શેર કરતી રહે છે. હવે સનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ શેર કરેલી તસવીરોમાં તે વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટમાં ગોલ્ડ ચા પીતી જોવા મળી રહી છે.

સના ખાન દુબઈના બુર્જ ખલીફામાં વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટ એટમોસ્ફિયર દુબઈમાં ગોલ્ડ પ્લેટેડ ચા પીતી જોવા મળે છે. પોતાની તસવીરો શેર કરતા સનાએ લખ્યું, ‘તમારા જીવનની ક્યારેય તેમની સાથે તુલના ન કરો જેઓ હરામ વસ્તુઓનો આનંદ માણે છે. આ દુનિયામાં તેઓ વધુ સફળ દેખાય છે પરંતુ અલ્લાહ સમક્ષ તેઓ કંઈ નથી અને તે જ મહત્વનું છે.’ ગુજરાતના મૌલાના સાથે લગ્ન કરીને બોલિવૂડને અલવિદા કહીને સૌને ચોંકાવનારી સના ખાન આ દિવસોમાં પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે.

સના પોતાના અંગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપતી રહે છે. હવે ફરી એકવાર સનાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે બુર્જ ખલીફાની ટોચ પર બેસીને ચાની ચૂસકી લેતી જોવા મળી રહી છે. સના ખાન જે ચા પી રહી છે તે સામાન્ય ચા નથી, પરંતુ 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચા છે. આ દિવસોમાં સના ખાન તેના પતિ મુફ્તી અનસ સૈયદ સાથે દુબઈમાં વેકેશન મનાવી રહી છે. સના ખાને તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેની 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચાની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અહીં ગોલ્ડ પ્લેટેડ ચાની કિંમત 160 દિરહામ એટલે કે લગભગ 3190 રૂપિયા છે. સના અને અનસ ખૂબ જ ભવ્ય જીવનશૈલી જીવે છે. સુરતમાં અનસ સઈદનો આલીશાન અને વૈભવી બંગલો પણ છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બંગલાની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. અનસ સઈદ ભલે સાદું જીવન જીવે છે અને સાદો કુર્તા-પાયજામા અને શૂઝ પહેરે છે, પરંતુ તેની કિંમત લાખોમાં છે.’બિગ બોસ 6′, ‘જય હો’, ‘ટોયલેટ – એક પ્રેમ કથા’ અને ‘વજહ તુમ હો’ જેવી ફિલ્મોનો સના હિસ્સો રહી ચૂકેલી છે.

સનાના પતિ મુફ્તી અનસ સૈયદ સુરત, ગુજરાતના ખૂબ મોટા ઉદ્યોગપતિ અને ઇસ્લામિક વિદ્વાન છે. તેમનો પરિવાર હીરાનો ધંધો કરે છે. તે 21 નવેમ્બર 2020ના રોજ સના સાથે લગ્ન કર્યા બાદ પણ ચર્ચામાં આવ્યો હતો. સના સોશિયલ મીડિયા પર પતિ સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. અનસ પાસે ઘણા આલીશાન બંગલા અને લક્ઝરી વાહનો છે. સના પણ તેના પતિ સાથે ખૂબ જ ગૌરવપૂર્ણ જીવન જીવે છે.

Live 247 Media
After post

disabled