લગ્ન અને બે બાળકો પછી ક્યાંથી શું બની ગઈ આ અભિનેત્રી, હોટ અદાઓથી દીવાના બનાવનારી આ અભિનેત્રીને આજે જોઈને દયા આવી જશે - Chel Chabilo Gujrati

લગ્ન અને બે બાળકો પછી ક્યાંથી શું બની ગઈ આ અભિનેત્રી, હોટ અદાઓથી દીવાના બનાવનારી આ અભિનેત્રીને આજે જોઈને દયા આવી જશે

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જેણે પહેલી જ હિટ ફિલ્મ આપીને નામ કમાયું હતું અને આજે પણ બોલીવુડમાં સક્રિય છે, જ્યારે અમુક એવી અભિનેત્રીઓ છે જે એક સમયે ખુબ હિટ હતી પણ લગ્ન કરીને ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને હંમેશા માટે ગાયબ થઇ ગઈ. તેમાંની જ એક અભિનેત્રી છે સમીરા રેડ્ડી. એક સમયે હિટ ફિલ્મો આપનારી સમીરા આગલા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, જો કે તે સોશિયલ મીડીયા પર સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.

એક સમયે પોતાની અદાકારી અને હુસ્નના જલવાથી લોકો પર જાદુ કરનારી સમીરાને આજે ઓળખવી પણ મુશ્કેલ થઇ રહી છે. હાલમાં જ સમીરાએ પોતાની અમુક તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો પણ કહી રહ્યા છે કે શું આ સમીરા રેડ્ડી જ છે! સમીરાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં સમીરા યેલો રંગના લાઇનિંગ વાળા શોર્ટ જમ્પ સૂટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટ સાથે સમીરાએ જીન્સ જેકેટ પણ પહેર્યું છે. આ આઉટફિટમાં સમીરા નો મેકઅપ લુકમાં દેખાઈ રહી છે,જેને જોઈને લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. સમીરાએ આ લુકમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને અલગ અલગ પોઝ આપી રહી છે, તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે તે કોઈ હિલ સ્ટટેશનની મુલાકાતે પહોંચી છે.

તસ્વીરમાં સમીરાને ઓળખવું ખુબ મુશ્કેલ થઇ રહી છે. તસવીરો  શેર કરીને સમીરાએ કેપ્શનમા લખ્યું કે,” હું મારા શરીરને પ્રેમ કરું છું. હું મારા શરીર પ્રત્યે ખુબ દયાળુ છું. દુનિયા મારા વિષે શું વિચારે છે, એ વાતની ચિંતામાં મેં વર્ષો બરબાદ કર્યા છે. મને અહીં પહોંચવામાં આટલો અમય લાગ્યો અને હું આભારી છું. હું મારા સેલ્યુલાઇટ અને કર્વ્સની સાથે કેમેરાની સામે ક્યારેય આટલી કંફર્ટેબલ નથી રહી”.

સમીરાએ આગળ લખ્યું કે,”શરીર બદલાતું રહે છે અને આપણે વધારે સમજદાર થવાની અને ખુશ રહેવાની દિશામાં કામ કરવાની જરૂર છે. પોતાના પ્રત્યે એટલા પણ કઠોર ન બનો, જે તમારી પાસે છે તેની સાથે સકારાત્મક રૂપથી કામ કરો, ના કે જે અપેક્ષિત છે”.

અગાઉ પણ સમીરાએ કહ્યું હતું કે મોટાપાને લીધે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને સાથે જ લોકોના ટોણા પણ સાંભળવા પડ્યા હતા.પોતાની ફિટનેસ પર વાત કરતા સમીરાએ લખ્યું હતું કે,”મેં મારા પેલા બાળકને જન્મ આપ્યો. દીકરા હંસને જન્મ આપ્યા બાદ વજન વધવા પર હું શર્મિંદા થઇ હતી. હંસના જન્મ બાદ હું તેને પહેલી વાર પાર્કમાં લઈને ગઈ હતી.  એક મહિલા મારી પાસે આવી અને કહ્યું હે ભગવાન, શું તમે સમીરા રેડ્ડી છો? શું થયું તમને? મને યાદ છે કે તે સમયે હું  ખુબ ચિંતિત થઇ ગઈ હતી.

તે સમયે સમીરાનું વજન 105 કિલો હતું. સમીરાએ કહ્યું કે,”તે એક વાતને લીધે મારા ટુકડે ટુકડા કરી દીધા હતા. દુનિયાની ધારણા પર ખરું ઉતરવું વાસ્તવમાં ખુબ મમુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર આપણે સારા દેખાવા માંગીએ છીએ. સુંદરતા વિષે આપણા વિચારો અહીં તોડી મરોડીને હાજર કરવામાં આવે છે. સેલિબ્રિટી માટે તે વધારે મુશ્કિલ થઇ જાય છે, કેમ કે લોકો તેને ઓન સ્ક્રીન જોઈને જ તેને પોતાના આદર્શ માને છે”.

સમીરાએ વર્ષ 2014માં પોતાના બોયફ્રેન્ડ અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા અને આજે તે બે બાળકોની માં છે. લગ્ન બાદ સમીરાએ હંમેશા માટે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું અને પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત થઇ ગઈ હતી. સમીરાએ પોતાની કારકિર્દીમાં રેસ, મુસાફિર, વન ટુ થ્રી, તેજ, ડરના મના હૈ, પ્લાન, ફૂલ એન્ડ ફાઇનલ, નો એન્ટ્રી, નામ, ચક્રવ્યૂહ, આક્રોશ, રેડ એલર્ટ, દે દના દન, મેને દિલ તુજકો દિયા વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Uma Thakor

disabled