‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ બાળ કલાકારેએ ખરીદ્યું હતું અધધ… કિંમતનું ઘર, જુઓ 12 તસ્વીરો એક ક્લિકે - Chel Chabilo Gujrati

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ બાળ કલાકારેએ ખરીદ્યું હતું અધધ… કિંમતનું ઘર, જુઓ 12 તસ્વીરો એક ક્લિકે

ગર્વની વાત: કરોડોના ઘરની તસ્વીરો જુઓ ક્લિક કરીને…

સપના કેટલા પણ મોટા હોય તે કયારેક તો પુરા થઇ જ જાય છે. સપના જોવાનો બધાને હક છે પરંતુ પુરા કરવા માટે એક સાહસ હિંમત, આત્મવિશ્વાસ જોઈએ. એક બાળ કલાકારે ખુદનું ઘર લેવાનું સપનું જોયું હતું. આ બાળકે મહેનત કરીને 1.5 કરોડનું ઘર ખરીદી તે નિશ્ચિત થઇ ગયો હતો.

નાના પડદાનો સૌથી ફેમસ અને ચર્ચિત શો ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ માં ગોગીનો રોલ કરનાર સમય શાહએ 2017માં એક શાનદાર તેના ફ્લેટ ખરીદ્યો હતો. મુંબઈના પોઝ એરિયામાં ૩ બીએચએકનો ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

19 વર્ષીય સમયે મુંબઈના પોઝ એરિયા બોરીવલીમાં 3 બીએચકેનો શાનદાર ફ્લેટ ખરીદ્યો હતો. થોડા સમય પહેલા પરિવારજનો સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો. ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બધા જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે. તેમાંથી એક પાત્ર ગોગી એટલે કે સમય શાહ છે. સમય શાહનો અત્યારે ભલે સમય સારો ચાલી રહ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેણે જમીન પર સૂઈને ઘણી રાતો કાઢી છે.

તેના સ્ટ્રગલની સ્ટોરી એવી છે કે, જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. અનેક સંઘર્ષને પાર કર્યા બાદ ગોગી આજે એક ઉદાહરણ સ્વરૂપ છે અને તેના લાખો ફેન્સ માટે પ્રેરણા પણ છે.. સમય થોડા સમય પહેલા જ તેના માતા-પિતા સાથે નવા ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો હતો. આ ફ્લેટની કિંમત 1.48 કરોડ બતાવવામાં આવી રહી છે. આ ફ્લેટ તેને 2016માં બુક કરાવ્યો હતો.

સમય આ ઘરને લઈને ઘણો ઉત્સાહી હતો. સમયે જણાવ્યું હતું કે, આ ઘર ખરીદવાથી મને પણ થોડી પ્રાઈવર્સી મળી છે. ઘર ખરીદતા પહેલા હું જમીન પર સૂતો હતો. તેણે ફક્ત 16 વર્ષની ઉંમરે ગોગીએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને આ ઓળખ તેને ઘણાં સંઘર્ષો પછી મળી છે. તેણે મુંબઈમાં પણ જમીન પર સૂઈને રાતો પસાર કરી છે. તે ઘણી રાતો જાગ્યો છે અને સવારે કામની શોધમાં નીકળી પડતો હતો. હવે તેનો સમય બદલાઈ ગયો છે.

જેના કારણે મારે ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. મારુ હંમેશાથી સપનું હતું કે, મારો ખુદનો બેડરૂમ અને વોર્ડરોબ હોય, ફાઈનલી મારુ સપનું પૂરું થઇ ગયું. સમયે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 2બીએચકેનો ફ્લેટ હતો. પરંતુ તેમાં 2 મોટી બાલ્કની હતી.

મારા માતા-પિતા પ્લાનિંગ કર્યું હતું કે, એક બાલ્કનીને બેડરૂમમાં કન્વર્ટ કરી નાખીએ. તેથી આ ઍપાર્ટમૅન્ટ 3 બીએચકેનો થઇ ગયો હતો. આ ફ્લેટ 1000 વર્ગફૂટમાં ફેલાયેલો છે.

મારા માતાપિતા વાસ્તુ શાસ્ત્રમાં માને છે તેથી તેના હિસાબથી તેનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું હતું. મારુ ઘર એવું જ છે જે મેં વિચાર્યું હતું. જણાવી દઈએ કે, સમય તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ નિભાવેલ ભવ્ય ગાંધીનો માસીનો દીકરો છે.

એક ટાઈમ એવો આવ્યો હતો કે, સમયે 10ની પરીક્ષા દરમિયાન પણ શૂટ કર્યું હતું. છતાં પણ તેને 82% આવ્યા હતા.સમયના પરિવારની વાત કરવામાં આવે તો તેના પપ્પા રાજેશ સોનમલ શાહ, માતા નીમા શાહ આ સિવાય બન્ને બહેનો દીનલ અને પ્રિયંકા શાહ છે.

Live 247 Media

disabled