સામંથાએ છૂટાછેડા પછી લીધા 250 કરોડ ખાઈ ગઈ ? સમગ્ર વિગત જોઈને યુઝર્સ બોલ્યા પતિના પૈસે લીલાલ્હેર કરી રહી છે - Chel Chabilo Gujrati

સામંથાએ છૂટાછેડા પછી લીધા 250 કરોડ ખાઈ ગઈ ? સમગ્ર વિગત જોઈને યુઝર્સ બોલ્યા પતિના પૈસે લીલાલ્હેર કરી રહી છે

કરણ જોહરનો ચેટ શો “કોફી વિથ કરણ સિઝન 7” સતત ચર્ચામાં બનેલો છે. કોફી વિથ કરણના ત્રીજા એપિસોડમાં અભિનેતા અક્ષય કુમાર અને સાઉથની ફેમસ અને ખૂબસુરત એક્ટ્રેસ સામંથા આવ્યા હતા. શો દરમિયાન સામંથાએ તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણો ખુલાસો કર્યો હતો. હોસ્ટ કરણ જોહરે સામંથાને તેના છૂટાછેડા વિશે પણ પૂછ્યુ હતુ. આ ઉપરાંત નેપોટિઝમ, ટ્રોલિંગ અને અફવાઓ પર પણ ચર્ચા કરી હતી. સાઉથ એક્ટ્ર્સ સામંથાએ ગુરુવારના રોજ કોફી વિથ કરણમાં ડેબ્યુ કર્યુ. કરણ જોહરે શો દરમિયાન સામંથાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ સવાલ પૂછતા કહ્યુ કે, પોતાના વિશે તેણે સૌથઈ વાહિયાત વાત શું વાંચી હતી ?

આના પર સામંથાએ જવાબ આપતા કહ્યુ કે, મેં એલિમનીમાં 250 કરોડ રૂપિયા લીધા. સામંથા આગળ હસત હસતા કહે છે કે, હું રોજ સવારે ઉઠું છુ અને વિચારુ છુ કે ઇનકનટેક્સ ઓફિસર આવશે અને જોશે કે અહીં કંઇ નથી. અભિનેત્રીએ આગળ ટ્રોલની વાત કરતા કહ્યુ કે, તેને લઇને પહેલા જ અફવાઓ શરૂ થઇ ગઇ હતી કે તેણે કેટલા પૈસા લીધા. પછી તેની કહાની બનાવી કે મેં પ્રી-નપ સાઇન કર્યુ છે. તો હું એલિમની માંગી શકતી નથી. આ બ્યુટીફુલ હતુ. આ ઉપરાંત સામંથાએ કરણના સવાલનો જવાબ આપતા કહ્યુ કે, છૂટાછેડા બાદનો સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો, પરંતુ તે પહેલા કરતા વધારે મજબૂત થઇ ગઇ છે.

કરણ જોહરે શોમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઇને પણ સવાલ કર્યો. જેનો જવાબ અભિનેત્રીએ ઘણી જ ખૂબસુરતી સાથે આપ્યો. કરણે પૂછ્યુ કે, શું સામંથા અને તેના પૂર્વ પતિ તેમજ અભિનેતા નાગા ચૈતન્ય વચ્ચે હાર્ડ ફીલિંગ્સ છે ? સામંથાએ જવાબ આપ્યો કે જો કોઈ અમને બંનેને એક રૂમમાં રાખશો, તો તમારે તીક્ષ્ણ હથિયાર છુપાવવા પડશે. હા, હાલ તો છે. પરંતુ કદાચ ભવિષ્યમાં ન પણ રહે. પરંતુ તેને ઉમ્મીદ છે ભવિષ્યમાં તે પણ થઇ જશે. આ એપિસોડમાં સામંથાએ તેની પર્સનલ લાઇફને લઇને ઘણી વાતોના ખુલાસા કર્યા હતા.

કરણે તેને પૂછ્યું કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કોઈના કોઇ કોઇનો પિતા, કાકા કે મામા છે. તેથી જ તેને જેન્ટલમેન ક્લબ કહેવામાં આવે છે. શું આનાથી અભિનેત્રીને પરેશાની થાય છે? સામંથાએ તેના જવાબમાં કહ્યું કે, વ્યક્તિના જીવનની શરૂઆત ભલે ગમે તે રીતે હોય, પરંતુ પાછળથી તેની સાથે જોડાયેલા પિતા અને કાકાએ તેના બાળકની કારકિર્દી જોવી પડે છે. વસ્તુઓ દર્શકોના હાથમાં હોય છે, જેના માટે કોઈ સંબંધી કંઈ કરી શકતો નથી.

Live 247 Media

disabled