સામંથા રૂથ પ્રભુએ ગ્રીન ડીપ નેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, એટલી હોટ અદાઓ બતાવી કે.... - Chel Chabilo Gujrati

સામંથા રૂથ પ્રભુએ ગ્રીન ડીપ નેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, એટલી હોટ અદાઓ બતાવી કે….

સાઉથની ક્વીન સામંથા રૂથ પ્રભુએ બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સામંથા હંમેશા તેના લુકથી ચાહકોનું દિલ જીતે છે. તેના ફોટા પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. સામંથા હાલમાં સાઉથની સાથે સાથે બોલિવૂડ પર પણ પ્રભુત્વ ધરાવે છે. આ વખતે સામંથાએ ગ્રીન કલરના ગાઉનમાં ફોટા શેર કર્યા છે, જેમાં તે બલાની સુંદર લાગી રહી છે. સામંથાના આ ફોટા જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

ફોટો શેર કરતી વખતે, સામંથાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે આ તેનો ફેવરિટ લુક છે. સામંથાના ફોટા પર ફેન્સની સાથે સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સામંથાનો આ લુક જોઈને રશ્મિકા મંદાના પણ પોતાને રોકી ન શકી અને  તેણે ફાયર ઈમોજી પોસ્ટ કર્યું.. સામંથાની તસવીરોને 13 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ફેન્સ આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું – હોટ. ત્યાં અન્ય એક ચાહકે લખ્યું – ઉફ્ફ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સામંથા આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે ચાહકોને તેના પ્રોજેક્ટ વિશે જણાવતી રહે છે. થોડા સમય પહેલા પુષ્પામાં તેનું આઈટમ સોંગ ઓઓ અંતવા રિલીઝ થયું હતું. 10 માર્ચના રોજ ‘ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ 2022’માં સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો.

શોર્ટ ફિલ્મો અને વેબ સિરીઝ માટે આપવામાં આવેલા આ એવોર્ડમાં કોંકણા સેન, સામંથા રૂથ પ્રભુ સહિત ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.  રેડ કાર્પેટ પર બધાએ પોતપોતાના લુકને ફ્લોન્ટ કર્યા હતા. મોશન કન્ટેન્ટ ગ્રુપ, ગ્રુપએમ કન્ટેન્ટના રોકાણ, પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ અને ફિલ્મ ક્રિટીક્સ ગિલ્ડ અને વિસ્ટાસ મીડિયા કેપિટલના સહયોગથી ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ સીરીઝમાં, ‘આર્યા સીઝન 2’, ‘ધ ફેમિલી મેન સીઝન 2’, ‘ગુલક સીઝન 2’, ‘મુંબઈ ડાયરીઝ 26/11’ અને ટબર નોમિનેટ થયા હતા. આ સિરીઝ સાથે સંકળાયેલી સ્ટાર કાસ્ટ એવોર્ડ સેરેમનીમાં હાજર રહી હતી. ‘ધ ફેમિલી મેન 2’ સ્ટાર સમંથા રૂથ પ્રભુ મુંબઈના બાંદ્રામાં ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સની 4થી આવૃત્તિમાં રેડ કાર્પેટ પર ચાલી હતી. તેણે ડીપ નેક બ્લેક ગ્રીન ગાઉન પહેર્યું હતું. સિમ્પલ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

સાઉથ અભિનેત્રી અને સાઉથની એશ્વર્યા કહેવાતી સામંથા અક્કિનેકી એ અભિનેત્રીઓમાંની એક છે જે બ્યુટી અને સ્ટાઇલ ગોલ્સ આપે છે. તે સાઉથની ખૂબસુરત અને હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેનો લુક હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.સામંથા અક્કિનેકી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. સામંથાએ ટોલીવુડ સાથે સાથે બોલિવુડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે.

આ સાથે જ તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.સાઉથ ફિલ્મની અદાકારા સામંથા અક્કિનેકીએ ટોલિવુડ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા છે અને તે હાલ તેનું લગ્નજીવન ઘણુ જ એન્જોય કરી રહી છે. સામંથાએ વર્ષ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ અદાકારા સામંથા અક્કિનેકી તેના દમદાર અભિનય અને ખૂબસુરતી માટે જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝની બીજી સીઝનમાં સામંથાના અભિનયની અને પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સામંથા રૂથ પ્રભુ તેના પતિ નાગા ચૈતન્યથી અલગ થઈ ગઈ છે. તેણે નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા વિશે પણ ખુલીને વાત કરી હતી. 2021નું વર્ષ સામંથા રૂથ પ્રભુ માટે ખૂબ જ ઉતાર-ચઢાવનું રહ્યું. જ્યારે તેણે તેના પતિ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા હતા.

તમને જણાવી દઈએ કે, પોતાના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલનો સામનો કરી રહેલી સામંથા ઘણા સમયથી ફરતી હતી. અગાઉ તે ઋષિકેશ અને બદ્રીનાથ ગઈ હતી અને હવે ગોવામાં છે. સામંથા અને નાગા ચૈતન્યની વાત કરીએ તો જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ખૂબ ટીકા થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સામંથાએ કંઈ કહ્યું નહીં, પરંતુ પછીના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું, ‘મને લાગે છે કે મેં આ મુદ્દા વિશે વાત કરી છે. તેના વિશે બોલવું જરૂરી હતું અને હું બોલી પણ મને નથી લાગતું કે તેનું વારંવાર પુનરાવર્તન થવું જોઈએ.સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન 2017માં થયા હતા. લગ્ન પહેલા બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ લગ્ન પછી તરત જ તેમની વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા. બાદમાં, જ્યારે બંને વચ્ચે છૂટાછેડા શરૂ થયા, ત્યારે તેઓએ 2021માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

Live 247 Media

disabled