સામંથા રૂથ પ્રભુએ ડીપ નેકલાઇન ગાઉનમાં વધારી ગરમી, નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ કરી આવી કમેન્ટ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ટ્રોલર્સના નિશાના પર છે. ગઈકાલે રાત્રે પુષ્પા ફેમ અભિનેત્રી એક એવોર્ડ શોમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો હતો કે હવે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. સામંથા રૂથ પ્રભુએ આ ડ્રેસમાં પોતાની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્લેક અને ડાર્ક ગ્રીન ગાઉનમાં સામંથા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં સામંથા રૂથ પ્રભુનો આત્મવિશ્વાસ જામી રહ્યો છે. સામંથાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
સામંથા રૂથ પ્રભુએ સુંદર ગાઉનમાં ઘણા બોલ્ડ પોઝ આપ્યા છે પરંતુ આ ડ્રેસને કારણે તે હવે ખૂબ ટ્રોલ થઈ રહી છે. ઘણા વીડિયોમાં લોકો સામંથાના ડ્રેસને સંભાળતા પણ જોવા મળે છે. સામંથા રૂથ પ્રભુનો ડ્રેસ પાછળની બાજુથી ઘણો લાંબો છે. તેના ડ્રેસ પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘શું તમે ઉતાવળમાં ચાદર લપેટી લીધી છે?’. સમંથા ટૂંક સમયમાં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે. સામંથા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.
જ્યાં તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં સફળતાનો આનંદ માણી રહી છે. ત્યાં સામંથાને તેના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2021માં, સામંથાએ નાગા ચૈતન્યથી અલગ થવાની જાહેરાત કરીને ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા ચૈતન્ય પહેલી વાર તેમની હિટ ફિલ્મ ‘યે માયા ચેસાવે’ ના સેટ પર મળ્યા હતા. જો કે, તે સમયે તેઓ પ્રેમમાં નહોતા. તેમની ડેટિંગની અટકળો વર્ષ 2015માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ સાથે જોવા મળ્યા હતા.
સામંથા અને ચૈતન્યના 7 ઓક્ટોબર 2017ના રોજ લગ્ન થયા. જો કે, બંને તેમના લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા જ અલગ થઈ ગયા હતા. સામંથાએ 10 માર્ચ 2022ના રોજ મુંબઈમાં ‘ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ’ની 4થી આવૃત્તિમાં હાજરી આપી હતી. ઇવેન્ટ માટે, તેણે પ્લંગિંગ નેકલાઇન કોર્સેટ સાથે ફ્લોય ગ્રીન-રેપ ડ્રેસ પહેર્યો હતો. સામંથા ખૂબસૂરત દેખાતી હતી, પરંતુ તેનો આઉટફિટ કેટલાક નેટીઝન્સને સારો લાગ્યો નહિ. એક યુઝરે લખ્યું, “આટલું કપડું પાછળ રાખ્યું છે, તેને આગળ મૂકી દીધુ હોત તો સારું હોત.”
View this post on Instagram
બીજાએ મજાકમાં કહ્યું, “મારા ઘરનો પડદો મળી ગયો છે.” એક નેટીઝને લખ્યુ, “ઘરમાંથી બહાર નીકળવાની ઉતાવળમાં બેડરૂમની ચાદર લપેટાઈ ગઈ હોય એવું લાગે છે.” સામંથાના ફોટા પર ફેન્સની સાથે સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સામંથાનો આ લુક જોઈને રશ્મિકા મંદાના પણ પોતાને રોકી શકી નહીં. તેણે ફાયર ઇમોજી પોસ્ટ કર્યું. ફેન્સ પણ આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું – સુંદર.
View this post on Instagram
તે જ સમયે, અન્ય એક ચાહકે લખ્યું – ઉફ્ફ.તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યને લગ્નની સાડી પાછી આપી છે. આ સાડી ચૈતન્યની દાદીની હતી અને સામંથા તેના ભૂતપૂર્વ પતિ અને તેમના પરિવાર સાથે સંબંધિત કંઈપણ રાખવા માંગતી નથી. 2 ઑક્ટોબર 2021ના રોજ, સામંથા અને ચૈતન્યએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી.
View this post on Instagram
આ કપલે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના અલગ થવાના સમાચાર શેર કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સામંથા આગામી ફિલ્મ ‘શકુંતલમ’માં જોવા મળશે. થોડા સમય પહેલા પુષ્પામાં તેનું આઈટમ સોંગ ઓઓ અંતવા રિલીઝ થયું હતું.