સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ હતી આ અભિનેત્રીઓ, લાબું લિસ્ટ જોઈને કહેશો વાહ હોટ છોકરીઓ પટાવેલી છે - Chel Chabilo Gujrati

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ હતી આ અભિનેત્રીઓ, લાબું લિસ્ટ જોઈને કહેશો વાહ હોટ છોકરીઓ પટાવેલી છે

બોલીવુડના ભાઇજાનનું આટલી રૂપ સુંદરીઓ સાથે હતું લફડું, કોઈના થઇ ગયા છુટાછેડા તો કોઈક બની ગઈ છે માતા

સલમાન ખાને 27 ડિસેમ્બરે 56મોં જન્મદિવસ ઉજવ્યો  હતો. સલમાન ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચમાં રહેતા હોય છે. સલમાન ખાને સંગીત બિજલાની, એશ્વર્યા રાય, સોમી અલી, કેટરીના કૈફને ડેટ કરી ચુક્યા છે જોકે તેમાંથી કોઈની પણ સાથે સલમાન ખાનના લગ્ન થઇ શક્યા નહિ અને તે અનમેરીડ રહી ગયા. બીજી બાજુ સલમાનની એક્સ ગર્લફ્રેંડ સલમાન સાથે સંબંધ તોડ્યા બાદ લાઈફમાં સેટ થઇ ચુકી છે. કેટલીકના લગ્ન થઇ ગયા છે અને કેટલીક માતા બની ચુકી છે.

મોડલ શાહીન જાફરી સલમાન ખાનનો પહેલો પ્રેમ હતી. શાહીન હિન્દી સિનેમામાં બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના સુપર સ્ટાર અશોક કુમારની પૌત્રી છે. આ પ્રેમ કહાની ત્યારની છે જયારે સલમાન ખાન ફિલ્મ સ્ટાર બન્યા હતા નહિ અને મુંબઈના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીજા વર્ષના સ્ટુડન્ટ હતા. સલમાન ખાન શાહીન સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ સંગીતા બિજલાનીના કારણે આ સંબંધમાં દરાર આવી ગઈ હતી.

શાહીને ત્યારબાદ અભિનેતા સુમિત સહગલ સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું હતું. તેમની પુત્રી સાયેશા સહગલ છે જે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઓળખીતું નામ છે. સાયેશા એક પુત્રીની માતા પણ છે. શાહીનની જિંદગી ખુબ જ સરસ ચાલી રહી હતી ત્યારબાદ 1997માં શાહિનને સુમિત સાથે છુટાછેડા લઇ લીધા હતા.

સંગીતા બિજલાની અને સલમાન ખાનના સંબંધ વિશે બધાને ખબર જ છે. બંને 80ના દાયકાના તે હદ સુધી એક બીજાને પ્રેમ કરતા હતા કે તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ તેમના લગ્ન તૂટી ગયા હતા. સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ સંગીતાએ મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ 10 વર્ષના લગ્ન જીવન બાદ તેમના છુટાછેડા થઇ ગયા હતા.

સોમીનું સલમાન ખાન સાથે લગભગ 8 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. સોમી સલમાન ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેવું થયું નહિ જેના પછી સોમી મિયામી અમેરિકા પછી જતી રહી જ્યાં તે રહે છે. સોમીના લગ્નના કોઈ સમાચાર સામે આવ્યા નથી એટલે તે કહેવું મુશ્કેલ છે કે તે સિંગલ છે કે મેરિડ.

સોમી અલીથી બ્રેકઅપ પછી સલમાન 1998માં એશ્વર્યા રાયની નજીક આવ્યા હતા. બંનેનું રિલેશન લગભગ એક વર્ષ સુધી ચાલ્યું પરંતુ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. સલમાન સાથે બ્રેકઅપના થોડાક વર્ષો પછી એશ્વર્યાએ 2007માં અભષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા અને અત્યારે તેમની એક પુત્રી આરાધ્યા પણ છે.

કેટરીના પણ ક્યારેક સલમાન સાથે રિલેશનમાં હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સબંધ લગભગ ચાર વર્ષ ટક્યો હતો પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. બ્રેકઅપ પછી કેટરીના રણવીર કપૂર સાથે રિલેશનમાં આવી ગઈ હતી પરંતુ ફરી તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ કેટરીનાએ આ વર્ષે અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા.

Live 247 Media

disabled