અર્જુન કપૂરથી ખત્ન નથી થઇ સલમાન ખાનની નારાજગી, જુઓ પાર્ટીમાં બાજુમાં હતો અર્જુન તો પણ…

સલમાન ખાનની ભાભી સાથે લફરું કરવા વાળો અર્જુન સલમાનની સામ સામે આવી ગયો…પછી અચાનક એવું થયું કે ફફડી ઉઠસો

અર્જુન કપૂર પ્રત્યે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નારાજગી જાણીતી છે. જ્યારથી અર્જુન અને મલાઈકા વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ છે ત્યારથી સલમાન અને અર્જુન બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને આ ખટાશ એ દિવસે સ્પષ્ટ દેખાઈ રહી હતી જ્યારે સલમાન અને અર્જુન સામસામે આવ્યા હતા. વર્ષ 2018માં સોનમ કપૂરના લગ્ન હતા. આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. અભિનેત્રીના રિસેપ્શનમાં પણ સ્ટાર્સનો મેળો જામ્યો હતો અને આ રિસેપ્શનમાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો. જ્યારે ભાઈજાન પહોંચ્યો ત્યારે અર્જુન કપૂર પણ બોની કપૂર સાથે હતો.

સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાનની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર હતી. તે અહીં તેની આગામી ફિલ્મ ‘રેસ 3’ના કલાકારો સાથે આવ્યો હતો. લગ્નના મહેમાનોથી લઈને મીડિયા સુધીના દરેક જણ સલમાનની હાજરીથી ખુશ હતા, ત્યારે એક એવી વ્યક્તિ હતી જેને સલમાનની સામે આવવામાં કે તેની સાથે આંખનો સંપર્ક કરવામાં શરમ આવતી હતી. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે સલમાનના આવવાથી ખુશ નથી.

વાસ્તવમાં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હતો. અર્જુન અને સલમાન વચ્ચે લાંબા સમયથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. બંનેના સંબંધોમાં ઘણી ખટાશ આવી ગઈ છે. કદાચ આ જ કારણ હતું કે સોનમના રિસેપ્શનમાં આ બંને કલાકારો એકબીજાને ઇગ્નોર કરતા જોવા મળ્યા હતા.આ દરમિયાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લમાન અને અર્જુન એકબીજાને પસંદ નથી કરતા. વીડિયોમાં જોવા મળે છે કે સલમાન રિસેપ્શનમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા કેટરીના કૈફને મળે છે. અર્જુન કપૂર અને બોની કપૂર કેટરિના પાસે ઉભા જોવા મળે છે. આવી સ્થિતિમાં અર્જુન અને સલમાન બંને એકબીજાની સામે આવવાનું ટાળે છે. બીજી તરફ, જ્યારે બોની કપૂર સલમાનને મળે છે, ત્યારે તે સલમાનના કપાળ પર પ્રેમથી કિસ કરે છે અને અર્જુન કપૂર ત્યાંથી જતો રહે છે.

disabled