સલમાન ખાનને આ સંસ્કારી અભિનેત્રીએ કહ્યું, મને જે કરવાનું પસંદ છે તેની મજા રાતે જ આવે છે' - Chel Chabilo Gujrati

સલમાન ખાનને આ સંસ્કારી અભિનેત્રીએ કહ્યું, મને જે કરવાનું પસંદ છે તેની મજા રાતે જ આવે છે’

અભિનેતા સલમાન ખાન પોતાના એક્શન, સ્ટાઇલની સાથે સાથે પોતાના ફની અંદાજને લીધે પણ જાણવામાં આવે છે. રિયાલિટી શો હોય કે પછી એવોર્ડ નાઈટ હોય સલમાન ખાન પોતાના દરેક કો-સ્ટાર સાથે મનભરીને મસ્તી કરતો પણ જોવા મળે છે. એવામાં જો એવોર્ડ નાઈટમાં સલમાનની કોઈ ખાસ કો-સ્ટારની એન્ટ્રી થાય તો આ મજા બે ગણી થઇ હતી.આવો જ એક એવોર્ડ સમારોહનો થ્રોબેક વીડિયો સામે આવ્યો છે.

 

આ થ્રોબેક વીડિયો સ્ટાર ગીલ્ડ એવોર્ડના સમયનો છે જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન હોસ્ટના રૂપે જોવા મળી રહ્યો છે અને ઓડિયન્સમાં બેઠેલા પોતાના કો-સ્ટાર સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. એવામાં સલમાન ખાને એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે અભિનેત્રી વિદ્યા બાલનને સ્ટેજ પર બોલાવી અને તેની સાથે ખુબ મજાક-મસ્તી કરી હતી.

જો કે વિદ્યા બાલન પણ પોતાનો બેબાક જવાબમાં આપવામાં કોઈથી પાછળ નથી. સમારોહમાં સલમાન ખાન વિદ્યાને પોતાના નવા નવા લગ્ન વિશે સવાલ કરે છે. સલમાન ખાન વિદ્યાને કહે સીજે કે લગ્ન કરીને કેવું લાગી રહ્યું છે? જેનો જવાબ વિદ્યાએ એકદમ ફની અંદાજમાં આપ્યો હતો.

જવબામાં વિદ્યા પોતાની ફિલ્મ દ દર્ટી પિક્ચરનો ડાઈલોગ બોલતા કહે છે કે,”લગ્ન પછી મને લાગે છે કે મને જે સારું લાગે છે,જે પસંદ છે, તેની મજા માત્ર રાતે જ આવે છે”.તેનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર સલમાન ખાન, કરન જોહર,અનુષ્કા શર્મા દરેક કોઈ હેરાન રહી ગયા હતા અને સાથે જ તેનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ હેરાન રહી ગયા હતા.

જો કે બાદમાં વિદ્યા પોતાની આ બાબત પર જવાબ આપતા કહે છે કે તેના પતિ રોજ સવારે વહેલા ઓફિસ જતા રહે છે માટે તેને રાતે પતિ સાથે ડિનર કરવામાં ખુબ મજા પડે છે. વિદ્યાનો આ વિડીયો યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલો છે. વિદ્યા અને સલમાન એકબીજાના સારા એવા મિત્રો છે અને હંમેશા પોતાના ફની અંદાજથી દર્શકોનું દિલ જીતતા રહે છે.

yc.naresh

disabled