રમઝાનમાં રોઝા ના રાખવા પર ટ્રોલ થઇ સારા, ઈબ્રાહીમ અને સૈફ, યુઝર્સ બોલ્યા- તમે લોકો મુસલમાનના નામ પર કલંક છો

સૈફ અલી ખાન તેના ચારેય બાળકોની ખુબ જ નજીક છે. ભલે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન તેની માતા અમૃતા સિંહ સાથે રહેતા હોય પરંતુ સૈફ અલી ખાનનું તેની સાથે ખાસ બોન્ડ છે. જયારે પણ કોઈ ખાસ પ્રસંગ હોય છે ત્યારે સારા અને ઇબ્રાહિમને તેના પિતાની સાથે નજર આવતા હોય છે.

સૈફ અલી ખાનનો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે એક રેસ્ટ્રોરેન્ટની બહાર નીકળતા નજર આવ્યા હતા. આ દરમ્યાન ત્રણે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.  સૈફ અલી ખાને લાલ કલરનો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો તેની સાથે તેમણે સ્ટાઈલિશ સનગ્લાસ અને માસ્ક લગાવેલું હતું.

સારાએ પીચ અને સફેદ સ્ટ્રિપ્ડ ડ્રેસ પહેર્યો હતો જયારે ઇબ્રાહિમે સફેદ શર્ટની સાથે ડેનિમ જીન્સ મેચ કર્યું હતું.  સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ દરમ્યાન ત્રણેયને સ્લેમ કરવામાં આવી રહ્યા છે કે રમઝાનના પાક મહિનામાં ફાસ્ટ નથી કરી રહ્યા અને બહાર જમવા જઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

જોકે આ સમયે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને રોઝા ના રાખવાના કારણે ઘણા બધા યુઝર્સ તેની પર કોમેન્ટ કરી રહ્યા છે. આ દરમ્યાન કેટલાક લોકોએ કહ્યું હતું કે,’આ લોકોનું મુસ્લિમ નામ બદલી દો, બીજા એક યુઝરે કહ્યું આ કેવા નામના મુસલમાન છે જે રમઝાનમાં જમવાનું જમી રહ્યા છે.

આ પહેલા પણ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં તે કોલ્ડ્રિંક્સ અને શેક પીતી નજર આવી હતી. આ વીડિયોમાં ભાઈ બહેન ચિટ ચેટ કરતા નજર આવ્યા હતા. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન બંને સૈફ અલી ખાન અને અમૃતા રાવના છોકરા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સૈફ અને અમૃતા અલગ થયા પછી સારા અને ઇબ્રાહિમ તેની માતા સાથે જ રહે છે. તેમજ સૈફ અલી ખાન તેની નવી ફેમિલી સાથે રહે છે. સારા અલી ખાનની વાત કરીએ તો છેલ્લે તે અક્ષય કુમાર અને ધનુષની સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં નજર આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર સારા અલી ખાનના 39.7 મિલિયન ફોલોઅર્સ છે. તે જલ્દી ફિલ્મ ‘લુકા ચુપ્પી 2’માં નજર આવશે.

disabled