ઇટલીની આ ગર્લફ્રેન્ડને લીધે સૈફે છોડી દીધો હતો અમૃતાનો સાથ, 4 વર્ષનો માસુમ પૂછતો હતો-પપ્પા ઘરે ક્યારે આવશો? - Chel Chabilo Gujrati

ઇટલીની આ ગર્લફ્રેન્ડને લીધે સૈફે છોડી દીધો હતો અમૃતાનો સાથ, 4 વર્ષનો માસુમ પૂછતો હતો-પપ્પા ઘરે ક્યારે આવશો?

સેફની ઇટલી વાળી ગર્લફ્રેન્ડ જોઈ? બેગમ કરીના પણ ફિક્કી લાગે એની સામે જુઓ PHOTOS

પટૌડી ખાનદાનના નવાબ અને અભિનેતા સૈફ અલી ખાન અવાર-નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં આવી જ જાય છે. ક્યારેક પોતાની ફિલ્મો તો ક્યાયેક પોતાના પર્સનલ જીવનને લીધે સૈફ લાઇમલાઇટમાં આવી જ જાય છે.

અમુક સમય પહેલા જ દીકરી સારા અલી ખાનનુ નામ ડ્રગ કેસમાં આવતા સૈફને પણ ટ્રોલ થવું પડ્યું હતું, આ સિવાય તે પોતાની પહેલી પત્ની અમૃતા સિંહને લીધે પણ ચર્ચામાં રહે છે. એક સમયે સૈફે પોતાનાથી 10 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. બંન્નેના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન છે.

બંન્ને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા, જો કે પહેલા તો ઉંમરના અંતરને લીધે સૈફનો પરિવાર લગ્ન માટે તૈયાર ન હતો પણ સૈફને તો બસ અમૃતા સાથે જ લગ્ન કરવા હતા. પણ અચાનક જ તેઓના જીવનમાં એવી આંધી આવી કે બંન્નેએ છૂટાછેડા લઇ લીધા. અને તેનું કારણ સૈફની ઇટલીવાળી ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે.

વિવાહિત હોવા છતાં પણ સૈફ ઈટલીની મૉડલ રોજા કેટલાનોને ડેટ કરી રહ્યા હતા. બંન્નેની પહેલી મુલાકાત કેન્યામાં થઇ હતી જ્યા રોજા એક પ્રોજેક્ટ માટે આવી હતી. તે સમયે અમૃતા અને સૈફનાં સંબંધ પણ યોગ્ય રીતે ચાલી રહ્યા ન હતા અને બંન્ને વચ્ચે અવાર-નવાર ઝગડાઓ થતા હતા.

રોજાને જોતા જ સૈફ તેના પ્રેમમાં પડી ગયા અને ડેટ કરવા લાગ્યા. જેના પછી રોજા સૈફ માટે મુંબઈ પણ આવી ગઈ અને ત્યારે તેને જાણ થઇ કે સૈફ પહેલાથી જ વિવાહિત છે અને બે બાળકો પણ છે. રોજા સાથે રિલેશનમાં આવતા પહેલા સૈફે એ વાત છુપાવી રાખી હતી કે પોતે વિવાહિત છે.

જેના પછી રોજાએ સૈફ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને ઇટલી પાછી જતી રહી. એક ઇન્ટરવ્યૂમાં રોજાએ કહ્યું હતું કે,”સૈફે ભારતમાં ક્યારેય પણ મારી આર્થિક મદદ કરી ન હતી, ભાડાના પૈસા ચૂકવવા માટે મારે મારા કામ પર પરત આવવું જ પડે તેમ હતું.”

રોજા અને સૈફનાં રિલેશનથી અમૃતાને પણ આઘાત લાગ્યો હતો. હંમેશા ચાર વર્ષનો ઈમ્બ્રાહીમ પૂછતો રહેતો હતો કે, “પપ્પા તમે ઘરે શા માટે નથી આવતા?”અને સૈફ પાસે તેનો કોઈ જ જવાબ ન હતો.

અમૃતાએ પણ જણાવ્યું હતું કે સૈફ હંમેશા પોતાની સામે અન્ય મહિલાઓની પ્રશંસા કરતા રહેતા હતા જે અમૃતાને બિલકુલ પણ પસંદ ન હતું. અંતે બંન્નેએ વર્ષ 2004 માં છૂટાછેડા લઇ લીધા.

છૂટાછેડા પછી સૈફના જીવનમાં કરીના કપૂર આવી અને બંન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો અને લગ્ન પણ કરી લીધા. હાલ બંન્નેનો ક્યૂટ દીકરો તૈમુર અલી ખાન છે અને કરીના ટૂંક સમયમાં જ બીજા બાળકને પણ જન્મ આપશે.

yc.naresh

disabled