સૈફ અલી ખાનની ઇટલી વાળી ગર્લફ્રેન્ડ જે બની અમૃતાથી છૂટાછેડાનું કારણ, કરીના કરતા પણ હતી સુંદર, જુઓ તસ્વીરો - Chel Chabilo Gujrati

સૈફ અલી ખાનની ઇટલી વાળી ગર્લફ્રેન્ડ જે બની અમૃતાથી છૂટાછેડાનું કારણ, કરીના કરતા પણ હતી સુંદર, જુઓ તસ્વીરો

બેગમ કરીના પણ બેકાર લાગે છે આ ઇટલી વાળી ગર્લફ્રેન્ડની સામે, જુઓ તસ્વીરો

પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન 50 વર્ષના થઇ ચુક્યા છે. સૈફ અલી ખાન હાલ અભિનેત્રી કરીના કપૂરના પતિ છે અને બંન્નેનો એક દીકરો તૈમુર અલી ખાન છે, અને કરીના ટૂંક સમયમાં બીજા બાળકને પણ જન્મ આપવાની છે. જો કે સૈફએ પહેલા લગ્ન વર્ષ 1991 માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા.


અમૃતા સૈફ કરતા ઉંમરમાં 12 વર્ષ મોટી હતી. છતાં પણ ઉંમર અને ધર્મના વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. પહેલા તો સૈફનો પરિવાર આ લગ્ન માટે તૈયાર ન હતો પણ આખરે સૈફની જીદની સામે પરિવાને પણ લગ્ન માટે મંજુરી આપવી પડી.

લગ્ન પછી બંનેના બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાનનો જન્મ થયો હતો. લગ્નના ઘણા સમય પછી અમૃતા અને સૈફ વચ્ચે તિરાડ આવી ગઈ અને બંનેએ વર્ષ 2004 માં છૂટાછેડા લઇ લીધા. છૂટાછેડાનું કારણ સૈફનાં અનેક અફેર્સ હોવાનું સામે આવ્યું હતું.

વિવાહિત હોવા છતાં પણ સૈફ ઈટલીની મૉડલ રોઝા કેટલાનોને ડેટ કરી રહ્યા હતા. ખબર તો એવી પણ આવી રહી હતી કે બંન્ને લિવ ઈન રિલેશનમાં પણ રહેતા હતા. બંનેએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. પણ વર્ષ 2007 માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું.

સૈફ અને રોઝાની પહેલી મુલાકાત કેન્યામાં થઇ હતી જ્યા રોઝા 6 વર્ષ માટે એક સોશિયલ પ્રોજેક્ટ માટે ગઈ હતી. સૈફ સાથેની મુલાકાત પછી રોઝાએ ભારત આવવાનો નિર્ણય લીધો હતો.

અમૃતા સાથેના છૂટાછેડાનું ક્યાંકને ક્યાંક કારણ સૈફનાં રોઝા સાથેનું રિલેશન પણ માનવામાં આવ્યું  હતું. આ સિવાય અમૃતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સૈફ તેની સામે અન્ય મહિલાઓની પ્રશંસા કર્યા કરતા હતા જે અમૃતાને બિલકુલ પણ પસંદ ન હતું.

જો કે સૈફએ રોઝાને ક્યારેય જણાવ્યું ન હતું કે પોતે વિવાહિત છે અને તેના બે બાળકો પણ છે. જ્યારે રોઝા ભારત આવી ત્યારે તેને ખબર પડી કે સૈફ એક તલાકશુદા છે અને બે બાળકોના પિતા છે. આ વાતની જાણ થતા જ રોઝાએ સૈફ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

સૈફ સાથેના બ્રેકઅપ પછી એક ઇન્ટરવ્યૂમાં રોઝાએ કહ્યું હતું કે,”સૈફએ ક્યારેય પણ મારી આર્થીક સ્વરૂપે મદદ કરી ન હતી. ભારત છોડવાની પાછળનું કારણ આ પણ હતું કે મારે મારું બિલ અને ભાડાના પૈસા ભરવા માટે પોતાના દેશ કામ પર પરત જવું પડે તેમ હતું”. જણાવી દઈએ કે રોઝા ફિલ્મ શૌર્યમાં આઈટમ સોન્ગ કરી ચુકી છે.

જેના પછી કરીનાનું શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થયું હતું અને પહેલી વાર કરીના સૈફને ફિલ્મ ટશનના સેટ પર મળી હતી. ફિલ્મને લિધે બંનેની રોજ મુલાકાર થતી હતી અને બંન્ને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને એક દિવસ સૈફે કરીના સામે લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો અને કરીનાએ હા કહી દીધી.

Live 247 Media

disabled