સૈફની બહેન સબા અલી ખાને શેર કરી કરીનાના લાડલાની તસવીર, તસવીરો જોઇ ચાહકો મૂંઝવણમાં કે જેહ છે કે તૈમુર... - Chel Chabilo Gujrati

સૈફની બહેન સબા અલી ખાને શેર કરી કરીનાના લાડલાની તસવીર, તસવીરો જોઇ ચાહકો મૂંઝવણમાં કે જેહ છે કે તૈમુર…

ફાઈએ શેર કરી સૈફ-કરીનાના લાડલાની તસવીર, તૈમુર કે જહાંગીર ? 100 % તમે નહિ ઓળખી શકો

બોલિવુડના સ્ટાર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બંને લાડલાઓ તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન જન્મથી જ સ્ટાર છે. બંનેની એક એક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે. કરીના કપૂરના દીકરાઓ તેમની ક્યુટનેસને કારણે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહે છે. કરીના સિવાય સૈફની બહેન સબા અલી ખાન પટૌડી અને સોહા અલી ખાન કરીના-સૈફના નાના લાડલાઓની તસવીરો શેર કરતી રહે છે.

હાલમાં જ સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂરની નણંદ સબા અલી ખાન પટૌડીએ ઇન્સ્ટાગ્રામ પર સૈફ કરીનાના લાડલાની ખૂબ જ ક્યુટ તસવીરો શેર કરી છે. આ તસવીરો જોયા બાદ ચાહકો પણ કંફ્યુઝ થઇ રહ્યા છે કે આ તસવીરોમાં જેહ છે કે તૈમુર.. તો તમને જણાવી દઇએ કે, આ બે તસવીરોમાં તૈમુર જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં તૈમુર રેડ કલરના ઝૂલા પર ઝૂલતો જોવા મળી રહ્યો છે.

આ તસવીરમાં તે ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે અને તેની સ્માઇલ અને ક્યુટનેસ પર તો ચાહકો દિલ હારી બેેઠા છે. આ ઉપરાંત બીજી એક તસવીરમાં તે બ્લૂ અને રેડ કલરના કોમ્બિનેશનના ઝૂલામાં જોવા મળી રહ્યો છે, જેમાં આગળ સપોર્ટ આપેલો છે, જેને કારણે નાના છોકરા પડી ન જાય. આ તસવીરમાં તૈમુરની માસૂમિયત જોવાલાયક છે.

સબા પટૌડી ઘણીવાર ફેન્સ સાથે આખા પરિવારની ખાસ તસવીરો શેર કરતી રહે છે. તે સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી ઇનાયાની તેમજ સારા અને ઇબ્રાહિમ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા સબા પટૌડીએ બેબી જેહ સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સૈફ-કરિના કપૂર બંને લાડલાઓ જહાંગીર-તૈમૂર સાથે ક્રિસમસ લંચ પર પહોંચ્યા હતા. હાલમાં જ કરીના કપૂર કોરોનાથી ઠીક થઇ છે અને તે બાદ તેની આ પહેલી લંચ પાર્ટી હતી. જેમાં કરીના-સૈફ તેમના બંને લાડલાઓ સાથે જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સબા તેના પરિવારના સભ્યો સાથે ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તે તેમના ભાઇના બાળકોને ઘણો જ પ્રેમ કરે છે. સબા અલી ખાનના પોસ્ટની વાત કરીએ તો, તે અવાર નવાર સોશિયલ મીડિયા પર સૈફ અને સોહા અલી ખાનના બાળકો સાથે તસવીર શેર કરી તેમના પ્રત્યે પ્રેમ જતાવતી રહે છે.

તમને જણાવી દઈએ કે સબા અલી ખાન બોલીવુડથી દૂર છે. સબા એક જવેલરી ડિઝાઈનર, ટેરો કાર્ડ રીડર અને સ્પિરિચુઅલ હિલર છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા ઉપર પોતાની જવેલરી ડિઝાઇનને પણ શેર કરતી રહે છે. સબા અલી ખાનને ઔકાફ-એ-શાહી ટ્રસ્ટની જવાબદારી સાંભળી છે. આ ટ્રસ્ટ ભોપાલની રાજસી વક્ફ સંપત્તિઓનું પ્રબંધન કરે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના હજારો ફોલોઅર્સ છે.

Live 247 Media

disabled