રૂપા ગાંગલીએ 3 વાર કરી હતી મરવાની કોશિશ, પતિ હોવા છત્તા રહી હતી લિવ ઇન રિલેશનશિપમાં

પતિની ગંદી હરકતોથી તંગ આવીને મહાભારતની “દ્રોપદી”એ ત્રણ વાર કરી હતી દુનિયાને છોડવાની કોશિશ પણ…

90ના દાયકામાં નાના પડદા પર મહાભારતમાં “દ્રોપદી”ના પાત્રથી ઘરેઘરે પ્રખ્યાત થયેલી અભિનેત્રી રૂપા ગાંગુલી હવે રાજનીતિનો જાણિતો ચહેરો છે. રૂપા ગાંગુલીએ આમ તો કરિયર દરમિયાન કેટલીક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે.પરંતુ તેને જે પ્રેમ “દ્રોપદી”ના પાત્ર દ્વારા મળ્યો છે, તે સફળતા તેમને કોઇ બીજુ પાત્ર અપાવી શક્યુ નથી. મહાભારતમાં તેમના પાત્રને દર્શકોનો ઘણ પ્રેમ મળ્યો હતો. પરંતુ શું તમે જાણે છો કે ટીવીની મશહૂર અભિનેત્રીનુ અસલ જીવન ફિલ્મી દુનિયાથી ઘણુ અલગ હતુ.

ઇન્ડસ્ટ્રીમાં ભલે તેમને સફળતા મળી હોય પરંતુ તેમને અસલ જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. રૂપા ગાંગુલીના જીવનમાં એક એવો સમય આવ્યો જયારે તેમના અસફળ લગ્નજીવને તેમના કરિયર અને તેમની પર્સનલ જીવનને બદલી દીધુ હતુ. રૂપાએ વર્ષ 1992માં ધ્રુબો મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પહેલા તો તેમના લગ્નજીવનમાં બધુુ બરાબર ચાલ્યુ અને પછી બંનેનો એક દીકરો પણ થયો.

દીકરો થયાના કેટલાક દિવસ બાદ જ બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા. રૂપાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમણે લગ્નને બચાવવાની કોશિશ ઘણી કરી. તેમણે કહ્યુ કે, મેં પોતાની લાઇફને લઇને ઘણા બદલાવ કર્યા હતા. મેં એવા ઇન્વિટેશનને ઠુકરાવી દીધા જેમાં માત્ર મારુ નામ આવે.

તેમણે આગળ જણાવ્યુ કે, મેં સવારે 9 વાગ્યા પહેલા અને રાત્રે 10 વાગ્યા બાદ કોઇ પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. ત્યાં જ શુટ ખત્મ કર્યા બાદ હું તરત મેકઅપ હટાવી ઘરે ભાગતી હતી. મેં એ બધા જ કામ કર્યા જે વ્યક્તિને ખુશ કરવા માટે એક મહિલા કરે છે. અહીં સુધી કે મેં મારા કરિયરથી વધારે લગ્નને પ્રાથમિકતા આપી.

રૂપા ગાંગુલીએ કહ્યુ કે, મેં પતિ માટે મારુ કરિયર પણ છોડી દીધુ અને તેમની સાથે કોલકાતા સેટ થઇ ગઇ. મેં કયારેય પણ ઘરે સેલિબ્રિટી જેવો વ્યવહાર નથી કર્યો. મેં કચરા, પોતા, વાસણ બધુ જ કર્યુ. પરંતુ આ બધી કોશિશો બાદ પણ મારા પતિએ મને ન અપનાવી.

આટલું બધુ સહન કર્યા બાદ પણ રૂપા માટે વસ્તુ એ સમયે વધુ ખરાબ થઇ ગઇ જયારે તેના પતિએ તેને આર્થિક મદદ માટે ના કહી દીધી. જયારે તેને પૈસાની પરેશાની થવા લાગી તો તેણે ફરીથી કામ કરવાનુ વિચાર્યુ. પરંતુ બાદમાં તેણે એક સારી પત્ની બનવાનો નિર્ણય કર્યો તો પણ તેના પતિ ના બદલ્યા.

તમને જણાવી દઇએ કે, રૂપા તેના પતિથી એટલી પરેશાન થઇ ગઇ હતી કે તેણે ત્રણ વાર દુનિયા ચોદવાની કોશિશ કરી હતી. જો કે, તે બચી ગઇ હતી. ત્યાં જ સતત ઝઘડાઓ બાદ આખરે રૂપાએ વર્ષ 2006માં તેના પતિને છૂટાછેડા આપી દીધા. બાદમાં તે સિંગર દિબ્યેંદુ સાથે મુંબઇના ફ્લેટમાં લિવઇનમાં રહેવા લાગી. જો તેમનાથી 13 વર્ષ નાના હતા. જો કે, તેમની સાથે પણ સંબંધ વધારે ના ચાલી શક્યો અને બ્રેકઅપ થઇ ગયુ.

disabled