જાણો આજકાલ ક્યાં છે રસોડામાં ખાલી કુકર ચડાવનારી ગુનેગાર રાશિ

‘રસોડે મેં કૌન થા ?’ વાયરલ વિડીયોની રાશિ કંઈક આવી જિંદગી જીવી રહી છે….

છેલ્લા કેટલાક દિવસોથી કોકિલા બેનન રસોડામાં કુકર વાળો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયો યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. તેના ઘણા મિમસ અને સ્પોફ વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

સામાન્ય નાગરિક, કલાકારોથી લઈને ક્રિકેટરો સુધી લોકો તેમના રમૂજી મીમ્સ શેર કરી રહ્યાં છે. આ ડાયલોગ ‘સાથ નિભાના સાથિયા’માં કોકિલા બહેનનો છે.

તે તેની વહુ રાશિ અને ગોપિને પૂછતી રહે છે. આ ડાયલોગ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે યશરાજ મખટે નામના સિંગર-મ્યુઝિશિયને રસોડે મૈં કોન થા ડાયલોગને લઈને એક રૈપ સોન્ગ બનાવી દીધું હતું.

‘રસોડે મેં કૌન થા ? આ સવાલને લઈને સોશિયલ મીડિયામાં મિમસ વાયરલ થઇ રહ્યા છે. સેલિબ્રિટી પણ તેના અલગ-અલગ અંદાજમાં રિએક્શન આપ રહ્યા છે. પરંતુ હવે રસોડામાં ખાલી કુકર ચડાવનારી અસલી ગુનેગાર રાશિ મોદી એટલે કે, રુચા હ્સબ્રિસનું રિએક્શન પણ સામે આવ્યું છે. રુચાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, વો મેં થી.

આ રિએક્શન બાદ રુચા હ્સબ્રિસફરી એકવાર ટ્રેન્ડ થઇ ચુકી છે. રુચા લાઇમલાઇટમાં છવાઈ ગઈ છે. બધા જ જાણવા માંગે છે કે, ‘સાથ નિભાના સાથિયા’ની રાશિ આ હાલ ક્યાં છે શું કરી રહી છે. અચાનક સીરિયલની દુનિયામાંથી કેમ ગાયબ થઇ ગઈ છે.

આવો જાણીએ રાશિ એટલે કે રુચા આજકાલ શું કરી રહી છે.
રુચા હવે પરિણીત છે અને તે પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવી રહી છે. રુચા હવે માતા બની ચુકી છે. હાલમાં જ રુચાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. હાલ તો તે મધરહૂડનો આનંદ લઇ રહી છે. રુચા તેના પરિવાર સાથે મુંબઈના થાણા વિસ્તારમાં રહે છે.

નોંધનીય છે કે, 2014માં રુચાએ સિરિયલ ‘ સાથ નિભાના સાથિયા’ને અલવિદા કહ્યું ત્યારે તે બેહદ પોપ્યુલર શો પૈકી એક હતો.

રાશિ મોદીના રોલમાં રુચાને ઘણીં પસંદ કરવામાં આવી હતી. 2014માં રુચાએ એક્ટિંગ છોડીને તેના બોયફ્રેન્ડ રાહુલ જગદાલે સાથે લગ્ન કરવાનો ફેંસલોઃ કર્યો હતો.

રાહુલ જગદાલે સાથે સગાઈ કર્યા બાદ રુચાએ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. આખર શોમાં રાશિ મોદીનું મોત દેખાડીને રોલને પૂરો કરી દેવામાં આવ્યો હતો.

સિરિયલ છોડતા સમયે રૂચાએ કહ્યું હતું ક્લે, એક્ટિંગ તેનો શોખ છે પ્રાયોરિટી નથી. આ બાદ વર્ષ 2015,આ રુચાએ રાહુલ જગદાલે સાથે લગ્ન કરી લીધા હતા. તે તેના લગ્નજીવનથી બેહદ ખુશ છે.

લગ્ન બાદ રુચા તેના પતિ સાથે વર્લ્ડ ટુર કરી રહી છે. તે દુનિયાના અલગ-અલગ દેશોને એક્સ્પ્લોરર કરવામાં લાગેલી છે. રુચા તેની ફોરેન ટ્રીપમી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rucha Hasabnis Jagdale (@ruchahasabnis) on

disabled