બોસ લેડી રૂબિના દિલૈક થઇ Oops મોમેન્ટનો શિકાર, હવાની લહેર આવતા ઉડ્યો ડ્રેસ, સંભાળતા પણ ના સંભળાયો ડ્રેસ અને પછી…

બિગબોસ 14 વિનર રૂબિના દિલૈક ટીવી દુનિયાની સૌથી ખૂબસુરત સેલિબ્રિટીમાં સામેલ છે. તે ઘણીવાર તેના શાનદાર લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રૂબિનાનું નામ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસુરત હિરોઇનોમાં સામેલ છે.અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે તેના એક કરતા વધુ શાનદાર દેખાવની તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હવે તેનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, પરંતુ આ વીડિયોમાં રૂબિના તેના ડ્રેસથી ખૂબ જ પરેશાન જોવા મળી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે રૂબિના શૂટિંગ પર જઈ રહી હતી ત્યારે તેને પેપરાજીએ સ્પોટ કરી હતી.

આ દરમિયાન રૂબીના પર્પલ કલરના ગાઉનમાં સુંદર લાગી રહી હતી, પરંતુ ડ્રેસની ઉંચી સ્લિટ, જે તેની બોલ્ડનેસમાં વધારો કરી રહી હતી, તે તેના કારણે થોડી અસહજ જોવા મળી હતી. જ્યારે રૂબીના ચાલી રહી છે ત્યારે તેનુ ગાઉન હવાને કારણે લહેરાઇ રહ્યુ છે. આ કારણે રૂબીના ખૂબ જ પરેશાન દેખાય છે. ડ્રેસ સંભાળીને રૂબીના ઝડપથી પોતાના મુકામ પર પહોંચી ગઈ. તેણે કેમેરામેન માટે બહુ પોઝ પણ આપ્યા ન હતા. મોટાભાગે તે તેના ગાઉનને સંભાળતી જોવા મળી હતી.

વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે એકદમ અસહજ અનુભવી રહી છે. રૂબીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે રૂબીનાની ડ્રેસિંગ સેન્સ ઘણી સારી છે. તે અવારનવાર તેના ચાહકો માટે સોશિયલ મીડિયા પર તેના શ્રેષ્ઠ પોઝ શેર કરે છે. ચાહકો તેની સુંદરતાના દિવાના છે, તેથી તેઓ તેના ફોટા અને વીડિયોની પણ રાહ જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રૂબીનાની કોઈપણ પોસ્ટ આવતા જ વાયરલ થઈ જાય છે. બીજી તરફ જો રૂબીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે લાંબા સમયથી તેની ફિલ્મ ‘અર્ધ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ દિવસોમાં તે પોતાની પ્રથમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

disabled