રુબિના દિલૈકે મિત્રો સાથે કડકડતી ઠંડીમાં પુલમાં કર્યુ ચિલ, ચાહકો બોલ્યા- આજ બ્લુ હે પાની પાની
ટીવી એક્ટ્રેસ અને ‘બિગબોસ’ વિનર રૂબિના દિલૈકે પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં રૂબીનાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં રૂબીના બ્લેક બિકીમાં જોવા મળી રહી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.રૂબીનાની પૂલમાં મસ્તી કરતી તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. રૂબીના કેમેરાની સામે પોતાના કિલર લુકથી સનસની મચાવી રહી છે. આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.તેણે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
View this post on Instagram
તેણે કેપ્શનમાં લખ્યું, ગુડવાઇબ્સ. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં રૂબીનાના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પાણીમાં આગ લગાવી દીધી. બીજાએ કમેન્ટ કરી કે, હું મારી નજર હટાવી શકતો નથી. તો એક ચાહકે લખ્યુ- આજ બ્લૂ હે પાની પાની…જણાવી દઈએ કે રૂબીનાએ હાલમાં જ ઘણું વજન ઘટાડ્યું છે, જેના પછી તે ઘણી સ્લિમ થઈ ગઈ છે. આ તસવીરોમાં રૂબીના પૂલની અંદર ફ્લેમિંગો પર બેઠેલી પોઝ આપી રહી છે અને કેટલીક તસવીરોમાં તે પાણીની અંદર પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી રૂબિનાએ બ્લેક ટ્રાન્સપરન્ટ બિકી પહેરી છે. પૂલ કિનારે ઉભી રૂબીના ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. તેણે ગોગલ્સ પહેર્યા છે. બિકી પહેરીને આવા પોઝ આપીને તેના ચાહકોના હોશ ઉડાવી દીધા. રૂબિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રૂબીનાના ગ્લેમરસ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે.
View this post on Instagram
આટલું જ નહીં, રૂબીના અવારનવાર પોતાના ડાન્સ વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. ત્યાં, ‘બિગબોસ-14’ની વિનર બન્યા બાદ તો અભિનેત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. રૂબીનાની પોસ્ટ શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
View this post on Instagram
રુબીનાના કામની વાત કરીએ તો તેણે ટીવી શો ‘છોટી બહુ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે રાધિકાનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી’માં સૌમ્યા સિંહનો રોલ કરતી જોવા મળી હતી. સાથે જ તે ‘બિગ બોસ-14’ની વિનર પણ રહી ચૂકી છે. તે ફિલ્મ ‘અર્ધ’થી બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે.
View this post on Instagram
આ ફિલ્મમાં તેની સાથે હિતેન તેજવાણી અને રાજપાલ યાદવ પણ જોવા મળવાના છે.આ સિવાય રૂબીના તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી છે. રૂબીના ટીવી શો ‘છોટી બહુ’ દરમિયાન અવિનાશ સચદેવ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી તે એક કોમન ફ્રેન્ડ દ્વારા અભિનવ શુક્લાને મળી. બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. એક ફોટોશૂટ દરમિયાન બંને નજીક આવ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
View this post on Instagram