ફિલ્મ 'RRR'માં વિલનનો રોલ નિભાવનાર આ એક્ટરનું થયુ નિધન, 58 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ- ઓમ શાંતિ કાઇને જજો - Chel Chabilo Gujrati

ફિલ્મ ‘RRR’માં વિલનનો રોલ નિભાવનાર આ એક્ટરનું થયુ નિધન, 58 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ- ઓમ શાંતિ કાઇને જજો

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા રે સ્ટીવેન્સનનું રવિવારે 58 વર્ષની વયે નિધન થઇ ગયું. આઇરિશમાં જન્મેલા આ અભિનેતા છેલ્લે એસએસ રાજામૌલીની હિટ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદથી રેના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બે દિવસ પછી એટલે કે 25 મેના રોજ રેનો જન્મદિવસ હતો. માર્વેલની ઘણી ફિલ્મોમાં જોવા મળેલા રે સ્ટીવેન્સનના અવસાનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ફિલ્મ ‘RRR’માં રામ ચરણ અને જુનિયર એનટીઆરએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં રે સ્ટીવનસન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેણે ‘સ્કોટ બક્સટન’ની ભૂમિકા ભજવી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ ભારતીય ફિલ્મ હતી. રેનો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તરી આયર્લેન્ડમાં થયો હતો. તેના પિતા પાઈલટ હતા અને 8 વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા.રેએ તેમના મનોરંજન જગતમાં ઘણી ખ્યાતિ મેળવી હતી.

તેણે ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવ્યા, જેણે દર્શકોના હૃદય પર છાપ છોડી. તેણે ‘પનિશરઃ વોર જાન’, ‘ધ થ્યરી ઓફ ફ્લાઈટ’, ‘કિંગ આર્થર’માં તેમણે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેની સાથે તે ‘ધ વોકિંગ ડેડ’, ‘સ્ટાર વોર્સ’, ‘વાઇકિંગ્સ’, ‘બ્લેક સેલ્સ’, ‘ડેક્સ્ટર’ જેવા એનિમેટેડ શો માટે પણ જાણીતા છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતા રે સ્ટીવેન્સનના નિધનની પુષ્ટિ થયા બાદથી ચાહકો આઘાતમાં છે.

જો કે, હજુ સુધી તેમના નિધન પાછળનું કારણ બહાર આવ્યું નથી. ટીમ RRRએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણા બધા માટે આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવેન્સન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.’ રે સ્ટીવેન્સને એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ‘RRR’માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયને જંગી પ્રતિસાદ મળ્યો હતો.

Live 247 Media

disabled