રોકેટમાં આગ લગાવીને છુટ્ટુ નાખ્યું આ છોકરાએ.. પછી રોકેટ પાછું વળીને કર્યા એવા હાલ કે ભાઈને નાની યાદ આવી ગઈ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

રોકેટમાં આગ લગાવીને છુટ્ટુ નાખ્યું આ છોકરાએ.. પછી રોકેટ પાછું વળીને કર્યા એવા હાલ કે ભાઈને નાની યાદ આવી ગઈ, જુઓ વીડિયો

જેને રોકેટમાં આગ લગાવી તેની પાછળ જ ઘુસી ગયું દૂર ફેંકેલું રોકેટ, થયા એવા હાલ કે જુઓ વીડિયો

દિવાળીની અંદર ફટાકડા ફોડવાનું દરેકને પસંદ હોય છે, નાના હોય કે મોટા લોકો ફટાકડા ફોડીને આનંદ માણતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ફટાકડા સાથે પણ ચેનચાળા કરે છે અને  ફોડે છે કે કોઈનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય. તો ઘણા લોકો ફટાકડા સાથે સ્ટન્ટ કરવાના ચક્કરમાં પોતાને જ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આવ ઘણા વીડિયો તમે જોયા હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં બે છોકરાઓએ રોકેટ ફટાકડામાં આગ લગાવીને ફેંકી દેતા હોવાનું જોવા મળે છે. પરંતુ તેમની બાજી પલટાઈ અને રોકેટ એક છોકરાની પાછળ પહોંચી ગયું.   કેટલાક યુઝર્સે આ વીડિયો ટ્વિટર પર મૂક્યો છે. એવું જોવા મળે છે કે બે છોકરાઓ તેમના વિસ્તારમાં ફટાકડા ફોડી રહ્યા હતા અને આ દરમિયાન તેમના હાથમાં રોકેટ પણ જોવા મળ્યું હતું. આ પછી એક છોકરાએ તે રોકેટને માચીસ વડે આગ લગાવી દીધી. એક છોકરાએ આગ લગાડી કે તરત જ બીજા છોકરાએ તેને ત્યાંથી ફેંકી દીધું.

પરંતુ તેને ફેંકી દેવાથી ઉલટું થયું. તેણે તેને ફેંકી દીધું, પરંતુ જેમ જ રોકેટ સળગવા લાગ્યું, તે તે જ છોકરાની પાછળ ગયું જેણે તેને આગ લગાવી હતી. પછી તે પણ ભાગવા લાગ્યો પરંતુ રોકેટ તેના કપડામાં ઘુસી ગયું અને તેના કુર્તામાં કાણા પાણી દીધા.  સદનસીબે રોકેટ ત્યાં અથડાયું અને છોકરાને કોઈ નુકસાન થયું ન હતું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેને ફેક સ્ટંટ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે  જો તેઓ ત્યાંથી ના ભાગતા તો ઘાયલ પણ થઇ શક્યા હોત. તો ઘણા યુઝર્સ એમ પણ જણાવી રહ્યા છે કે ફટાકડા ફોડતી વખતે ખુબ જ સાવધાની રાખવી પડતી હોય છે, પરંતુ ઘણા લોકો આવા કામ કરે છે અને દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે.

Uma Thakor

disabled