રિયા કપૂરે દેખાડી હનીમૂનની ખુબ જ રોમેન્ટિક તસવીરો, માલદીવમાં ન દેખાડવાના અંગો દેખાડી રહી છે, ફેન્સ બોલ્યા ક્યારે શરમ આવશે ? - Chel Chabilo Gujrati

રિયા કપૂરે દેખાડી હનીમૂનની ખુબ જ રોમેન્ટિક તસવીરો, માલદીવમાં ન દેખાડવાના અંગો દેખાડી રહી છે, ફેન્સ બોલ્યા ક્યારે શરમ આવશે ?

રિયા કપૂરે પતિ કરણ બુલાની સાથે દેખાડી હનીમૂનમાં શરમની બધી હદ પાર કરી દીધી, ન પહેરવાનું પહેરી લીધું- જોઈ લો તમે

અભિનેતા અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર આ દિવસોમાં પતિ કરણ બુલાની સાથે હનીમૂન પર છે. રિયાએ માલદીવના કેટલાક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ સાથે રિયાએ એમ પણ કહ્યું કે આ સુંદર તસવીરોને કેપ્શનની જરૂર નથી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિયાએ માલદીવમાં તેના વેકેશનના સ્નિપેટ્સ પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં રિયા ખૂબ જ મસ્ત અને ખુશ દેખાઈ રહી હતી.

થોડાક દિવસ પહેલા રિયાએ હનીમૂનનો ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી હતી. આ તસવીરોમાં રિયા સ્વિમિંગ પૂલમાં ચીલ કરતી જોવા મળી હતી. તેને કેપ્શન પણ આપ્યું હતું કે, ‘બાળકોને નાનાના ઘરે છોડીને’. સેલિબ્રિટીઝ અને ચાહકોએ આ પોસ્ટ પર ખુલ્લેઆમ રિએક્શન આપ્યા હતા. અનિલ કપૂરની લાડલીએ ગયા મહિને જ ફિલ્મ નિર્દેશક કરણ બુલાની સાથે સાત ફેરા લીધા હતા.

રિયા કપૂરે 14 ઓગસ્ટે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે કરણ બુલાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ ત્રણ સપ્તાહ બાદ રિયા કપૂર તેના પતિ સાથે હનીમૂન માટે નીકળી ગઈ હતી. અગાઉના દિવસે રિયા કપૂર પતિ કરણ બુલાની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે તે સમયે કોઈને ખબર નહોતી કે રિયા કપૂર હનીમૂન માટે ક્યાં જઈ રહી છે.

રિયા કપૂર તેના પતિ કરણ બુલાની સાથે હનીમૂન માટે માલદીવ ગઈ છે. રિયાએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. રિયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે તસવીરો શેર કરતી હોય છે.

રિયા માલદીવ પહોંચી ત્યારથી સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી રહી છે. જેના દ્વારા તેના ચાહકોને ખબર પડી કે રિયા માલદીવમાં છે. તેમજ તાજેતરમાં જ રિયાએ તેના હનીમૂનથી પોતાની એક બોલ્ડ તસવીર પણ શેર કરી છે.

રિયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ઘણા બૂમરેંગ વીડિયો શેર કર્યા છે. આમાં તે બિકી અને શ્રગ સાથે ચશ્મા પહેરેલી જોવા મળે છે. સાથે જ તેના પતિ કરણ બુલાની પણ તેની સાથે જોવા મળે છે. કરણ બુલાનીએ પોતાના હનીમૂનની તસવીરો અને વીડિયો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

બોલિવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બોલિવુડ અભિનેતા અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂરને લાઇમલાઇટથી દૂર રહેવુ પસંદ છે પરંતુ તે બાકી સ્ટાર કિડ્સી જેમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

રિયા કપૂરે તેના પતિ કરણ બૂલાનીના જન્મદિવસ પર  રોમેન્ટિક તસવીરો શેર કરી હતી,જેમાંથી એક તસવીરમાં તે તેના પતિને કિસ કરતી જોવા મળી હતી. કરણના જન્મદિવસ પર પૂરા ઘરને મીણબત્તી અને દીવાથી સજાવવામાં આવ્યુ હતુ. તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે રિયાએ પતિના જન્મદિવસને ખાસ બનાવવામાં કોઇ કસર છોડી નથી.

રિયાએ બર્થ ડેની ઘણી ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જમવાના ટેબલને પણ  મીણબત્તીથી સજાવવામાં આવ્યુ હતુ. કેક કટિંગ બાદ બંનેએ સાથે કેન્ડલ લાઇટ ડિનર પણ કર્યુ હતુ. રિયાની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે અને તેની બિકી તસવીર તો  સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.

રિયા કપૂરના પ્રોફેશનની વાત કરીએ તો, તે એક પ્રોડયુસર હોવાની સાથે સાથે એક ફેશન ડિઝાઇનર પણ છે. તેણે તેના કરિયરની શરૂઆત ફિલ્મ “વેકઅપ સિડ”થી કરી હતી. તેણે વર્ષ 2010માં તેની મોટી બહેન સોનમ કપૂર અને અભય દેઓલની ફિલ્મ “આઇશા”ને પ્રોડયુસ કરી હતી.આ ફિલ્મ બાદ તેણે “ખૂબસુરત” અને “વીરે દી વેડિંગ” જેેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યુ છે.

Live 247 Media

disabled