રેમો ડિસોઝાના સાળાનું થયું મોત, ઘરમાંથી મળી લાશ, બહેને કહ્યું- હું ક્યારેય માફ નહીં કરું - Chel Chabilo Gujrati

રેમો ડિસોઝાના સાળાનું થયું મોત, ઘરમાંથી મળી લાશ, બહેને કહ્યું- હું ક્યારેય માફ નહીં કરું

રેમો ડિસોઝાના સાળાએ ફાંસી લગાવીને દુનિયા ને કહ્યું અલવિદા ! બહેન લિઝેલે કહ્યું – ‘તે તેની માતાના મૃત્યુમાંથી બહાર આવી શક્યોનહીં… ખૂબ જ હતાશ રહેતો હતો’

છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે કે કોઈ અન્ય પારિવારિક કારણોના લીધે પોતાની જીવન ત્યજી દેતા હોય છે, પરંતુ હાલ એક  દુઃખદ ખબર બોલીવુડમાંથી આવી રહી છે. જેમાં પ્રખ્યાત ડિરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના સાળાએ આપઘાત કરી લીધો છે.

આ ઘટનાને લઈને રેમો અને તેમની પત્નીને મોટો આંચકો લાગ્યો છે. આ ઘટનાને લઈને કોરિયોગ્રાફર અને તેની પત્નીનો પરિવાર આઘાતમાં છે. રેમો ડિસોઝાની પત્નીનો ભાઈ એટલે કે તેના સાળા જેસન વોટકિન્સ હવે આ દુનિયામાં નથી. જેસન મિલત નગર સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

જેસનની બહેન લિઝેલ ડિસોઝા અને તેનો આખો પરિવાર આ સમાચાર સાંભળીને ચોંકી ગયો હતો. લિઝેલે ઈન્સ્ટા સ્ટોરી પર તેના ભાઈનો ફોટો શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લિઝેલે ભાઈના ફોટા પર લખ્યું- કેમ???? તમે મારી સાથે આ કેવી રીતે કરી શકો? હું તને ક્યારેય માફ નહિ કરું. બીજા ફોટોમાં લિઝેલે તેના ભાઈ સાથે બાળપણની તસવીર શેર કરી અને લખ્યું- કેમ ? ત્રીજા ફોટામાં લિઝેલ પોતાની માતા પાસે નિષ્ફળતા માટે માફી માગી છે.

રેમો ડિસોઝાના સસરા કિડનીની બીમારીથી પીડિત છે. તેમણે ચાર વર્ષ પહેલાં તેની પત્ની ગુમાવી હતી અને હવે તેમનો પુત્ર. રેમોની પત્ની લિઝેલે ETimes સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેના ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. પપ્પા ડાયાલિસિસમાંથી પસાર થઈ રહ્યા છે. તેણે વધુમાં જણાવ્યું કે જ્યારે ડેડીએ જેસનના રૂમનો દરવાજો ખોલ્યો તો તે મૃત હાલતમાં જોવા મળ્યો. તેને પોતાનો જીવ લીધો હતો.

જ્યારે લિઝેલને પૂછવામાં આવ્યું કે શું તે પરેશાન હતો ? જેના પર તેણે કહ્યું કે મને લાગે છે કે તે તેની માતાના મૃત્યુને ભૂલી ના શક્યો. જે વર્ષ 2018માં તે અમને છોડીને ચાલ્યા ગયા હતા. જેસન તેની માતાની ખૂબ નજીક હતો. મને ખબર નથી કે તેણે આવું શા માટે કર્યું.  લિઝેલ અને રેમો હાલમાં ગોવામાં છે. જ્યાં તે કોઈ લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. જેસનની જો વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો હતો. રેમો ડિસૂજાના પ્રોજેક્ટમાં પણ તેને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે.

Uma Thakor

disabled