અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની આ આદત સાસુને બિલકુલ પણ નથી પસંદ, ફરિયાદ કરવા પર દિવ્યાંકાએ કહી દીધું આવું - Chel Chabilo Gujrati

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની આ આદત સાસુને બિલકુલ પણ નથી પસંદ, ફરિયાદ કરવા પર દિવ્યાંકાએ કહી દીધું આવું

ટીવી જગતની લોકપ્રિય સિરિયલોમાં શામિલ ‘યે હૈ મોહબ્બતે’ દ્વારા ફેમસ થનારી દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે. આ શો પણ ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો અને સુપરહિટ રહ્યો હતો. શો માં દિવ્યાંકા અને કરન પટેલની જોડી પણ દર્શકોએ ખુબ પસંદ કરી હતી.

એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા શરદ મલ્હોત્રા સાથે રિલેશનમાં રહેનારી દિવ્યાંકાએ અચાનક જ વિવેક દહિયા સાથે લગ્ન કરી લીધા હતા. શરદ અને દિવ્યાંકાએ સિરિયલ બનું મે તેરી દુલ્હનમાં એકસાથે કામ કર્યું હતું, અને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી. જો કે રિયલ લાઈફમાં દિવ્યાંકા અને વિવેકની જોડી પણ દર્શકો ખુબ પંસદ કરે છે.

અમુક સમય પહેલા દિવ્યાંકાએ પોતાની સાસુ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સાસુ-વહુની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. દિવ્યાંકા પોતાની સાસુને માં ની જેમ જ માને છે અને તેની સાથે સમય પણ વિતાવે છે. દર્શકોએ પણ સાસુ-વહુનો આ વિડીયો ખુબ પસંદ કર્યો હતો.

વીડિયો શેર કરતા તેની સાથે દિવ્યાંકાએ લખ્યું હતું કે,”અમારી પહેલી ડેટ નાઈટ. પિઝ્ઝા અને ક્યારેય ખતમ ન થનારી વાતો, તેનો નાનો એવો હિસ્સો હતી”.

વીડિયોમાં સાસુ-વહુ એકબીજાના રોલ એક્સચેન્જ કરવાની વાતો કરી રહી છે અને દિવ્યાંકાએ સાસુને પૂછ્યું કે તમને મારી કઈ બાબત સારી નથી લાગતી તેના જવાબમાં સાસુએ કહ્યું કે તું રોજ મોબાઈલમાં ન્યુઝ વાંચે છે તે આદત મને બિલકુલ પણ પસંદ નથી, તેના કરતા તું ન્યુઝપેર માં ન્યુઝ વાંચવાનું રાખ કેમ કે મોબાઈલમાં ન્યુઝ વાંચવાથી આંખો ખરાબ થઇ શકે છે”.

તેના જવાબમાં દિવ્યાંકાએ કહ્યું કે,”તમારી વાત એકદમ સાચી છે, પણ મને ફોન પર જ ન્યુઝ વાંચવાની આદત પડી ચુકી છે, જો કે હું મારી આ આદત બદલવાની પૂરતી કોશિશ કરીશ”. દિવ્યાંકા-વિવેકે એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

દિવ્યાંકાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2004માં ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર દ્વારા કરી હતી. વર્ષ 2003માં દિવ્યાંકા મિસ ભોપાલનો ખિતાબ પણ પોતાના નામે કરી ચુકી હતી. જ્યારે વિવેક યે હૈ આશિકી, એક વીર કી અરદાસ-વીરા, યે હૈ મોહબ્બતે અને કવચ જેવા ટીવી શો માં કામ કરી ચુક્યા છે.

 

Live 247 Media

disabled