તુલસીના પાન ચાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો સારા સ્વાસ્થ્ય માટે તુલસીના પાનનું સેવન કરવાની સાચી રીત - Chel Chabilo Gujrati

તુલસીના પાન ચાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો સારા સ્વાસ્થ્ય માટે તુલસીના પાનનું સેવન કરવાની સાચી રીત

હિંદુ સંસ્કૃતિમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભગાના ઘરોનાઆંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે. રોજ સવારે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક રૂપે પણ તુલસીના ઘણા ફાયદા છે.

તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે જેમાં રહેલા ગુણમાં અનેક રોગોનું નિવારણ કરવાની તાકાત છે. જો કે તુલસીના છોડના દરેક ભાગ લાભકારી છે પણ ખાસ કરીને તેના પાનને સૌથી બેસ્ટ પ્રાકૃતિક એન્ટી-બાયોટિક માનવામાં આવે છે.  તુલસી સાથે લોકોની આસ્થાની સાથે સાથે સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે.

વિશેષજ્ઞોના આધારે તુલસીના પાનમાં મળતું તેલ શ્વાસ સંબંધી તકલીફો  માટે સૌથી અસરકારક છે.  શરદી-ઉધરસ, કફ, વગેરે માટે તુલસી રામબાણ ઈલાજ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી અનેક ફાયદાઓ થાય છે પણ ડોક્ટરોના આધારે માત્ર તુલસીના પાન ચાવવા જોઈએ નહીં.

માત્ર તુલસીના પાનને ચાવવા કરતા પાનને અન્ય વસ્તુઓ સાથે ભેળવીને ઉપીયોગમાં લેવાથી અનેક ગણો ફાયદો થાય છે.  તુલસીના પાનમાં આયર્ન અને મર્કરી નામના તત્વ હોય છે માટે તેને ચાવવા પર તત્વ મો માં ભળી જાય છે જે દાંત અને ત્વચાની સુંદરતા માટે નુકસાનકારક છે.

તુલસીના પણ થોડા એસિડિક હો ય છે માટે તેને રોજ ચાવવાથી દાંતની સમસ્યાઓ થઇ શકે છે, પણ પાનને અન્ય પદાર્થોની સાથે ભેળવીને તેનું સેવન કરી શકાય છે.

1. તુલસીનો રસ:
એક કપ પાણીમાં તુલસીના પાન, મધ અને લીંબુનો રસ ભેળવીને સારી રીતે ક્રશ કરી તેને ગાળી લો. આ રસનું તમે દિવસમાં ગમે ત્યારે સેવન કરી શકો છો.

2. તુલસીનો ઉકાળો:
તમે તુલસીનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો અનેસ્વાદ માટે તેમાં આદુ કે લીંબુનો રસ પણ ભેળવી શકો છો. આ ઉકાળો તમને અનેક સમસ્યાઓ  માટે ફાયદો આપશે.

3. તુલસીની ચા:
તુલસીનુ સેવન કરવાનો સૌથી સારો વિકલ્પ એ છે કે તમે તેને ચા માં શામિલ કરો. જેના માટે પાણીમાં પહેલા તુલસીના પાન ઉકાળી લો. જેના પછી તેમાં મધ અને લીંબુનો રસ પણ સ્વાદ માટે ભેળવી શકો છો, તુલસીની આ ચા બ્લડ પ્રેશર અને વજન ઘટાડવા માટે ખૂબ ફાયદેમંદ છે.

4. તુલસી ઇન્ફ્યૂસ્ડ ઘી:
તુલસીના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. હવે બે ચમચી ઘી પર એક ચમચી તુલસીનો પાઉડર ભેળવો. આ ઘી તમે રોજન ભોજનમાં શામિલ કરી શકો છો.

yc.naresh

disabled