રવીના ટંડને નિભાવી પિતાના અંતિમ સંસ્કારની બધી વિધિઓ, તૂટેલા હ્રદયથી પિતાને આપી અંતિમ વિદાય - Chel Chabilo Gujrati

રવીના ટંડને નિભાવી પિતાના અંતિમ સંસ્કારની બધી વિધિઓ, તૂટેલા હ્રદયથી પિતાને આપી અંતિમ વિદાય

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને અભિનેત્રી રવીના ટંડનના પિતા રવિ ટંડનનું નિધન થયું છે. તેમણે 11 ફેબ્રુઆરીએ એટલે કે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. રવિ ટંડનનું આજે મુંબઈમાં નિધન થયુ હતુ. હાલમાં તેમના અંતિમ સંસ્કારની તસવીરો પણ સામે આવી છે. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે 85 વર્ષીય રવિ ટંડનનું શરીર ફૂલોથી શણગારેલું છે. અભિનેત્રી અને તેમની પુત્રી રવિના ટંડન માટલા અને નારિયેળ સાથે ધાર્મિક વિધિઓ કરી રહી છે. આ દરમિયાન પિતાને ગુમાવવાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

રવિ ટંડન તેમના સમયના પ્રખ્યાત નિર્દેશક હતા. 85-86 વર્ષની વયે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રવિ ટંડનના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવ્યા હતા. રવિના ટંડને પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી હતી. તેમણે પ્રખ્યાત નિર્દેશક વીણા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો રવીના અને રાજીવ ટંડન છે. પરંપરા તોડીને રવિના ટંડને તેના પિતાને વિદાય આપી. રવિના ટંડન તેના પિતાની ખૂબ નજીક હતી.

રાજીવ ટંડન પિતાના સંસ્કારમાં જોડાયા હતા પરંતુ ઉંમરને કારણે તે પિતાના અંતિમ સંસ્કારની વિધિ કરી શક્યા ન હતા. રવિ ટંડન વૃદ્ધત્વ સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. શુક્રવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. રવિ ટંડને ઘણી ફિલ્મો બનાવી છે. અમિતાભ બચ્ચન અભિનીત ‘મજબૂર’ અને ‘ખુદ્દર’ જેવી હિટ ફિલ્મો બનાવનાર આગરામાં જન્મેલા દિગ્દર્શક રવિ ટંડનનું શુક્રવારે વહેલી સવારે મુંબઈમાં અવસાન થયું હતું. તેમની શરૂઆતની ફિલ્મોમાં ‘અનહોની’ અને ‘ખેલ ખેલ મેં’નો સમાવેશ થાય છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, રવિ ટંડનનું શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે તેમના ઘરે નિધન થયું હતું. જો કે રવિ ટંડનનું નિધન કેવી રીતે થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. રવિનાએ તેના પિતા સાથે ચાર તસવીરો શેર કરી છે. આમાંથી એક તે તેના પિતા સાથે ચાલી રહી છે. બીજો ફોટો રવિનાના બાળપણનો છે, જેમાં તેના પિતા તેને ખોળામાં લઈ રહ્યા છે.

ત્રીજામાં, બંને એક ફંક્શનમાં સાથે બેઠા છે અને ચોથામાં, રવિના પિતાને પકડીને કેમેરા સામે પોઝ આપી રહી છે અને ગાલ પર કિસ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં રવિના ટંડનને ઘણા સેલેબ્સે પણ પ્રેમ મોકલ્યો છે. રવિ ટંડન બોલિવૂડના જાણીતા નિર્દેશક રહી ચૂક્યા છે. તેણે નજરાણા, મુકદ્દર, મજબૂર અને નિર્માણ સાથે ઘણી ફિલ્મો કરી. અનહોની અને એક મેં ઔર એક તુ જેવી ફિલ્મો પણ બનાવી.

Live 247 Media

disabled