બેકલેસ રેડ ડ્રેસમાં સાઉથની સંસ્કારી આ શું કરવા લાગી….કેમ થઇ રહી છે ટ્રોલ ? તસવીરો જોઈને ગળે ઉતરી જશે
કોણ છે રશ્મિકા મંદાના ? આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂર નથી. અભિનેત્રી નેશનલ ક્રશ બની ચૂકી છે. પ્રોજેક્ટ્સની સાથે સાથે રશ્મિકા તેના બોલ્ડ લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. લોકો તેની એક ઝલક માટે દિવાના છે. ફિલ્મો સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ પછી ચાહકોની ફેવરિટ બની ગઈ છે. રશ્મિકા મંદાનાને લઇને ફેન્સનો ક્રેઝ સાતમા આસમાન પર બોલે છે.
View this post on Instagram
રશ્મિકા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જ એક મોટી સ્ટાર છે, પરંતુ બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા પછી તેની લોકપ્રિયતા હિન્દી સિનેમામાં પણ સાતમા આસમાન પર છે. રશ્મિકા મંદાના પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની ફેશન સેન્સથી પણ ચાહકોનું દિલ જીતી રહી છે. ખૂબસૂરત રશ્મિકા મંદાના તાજેતરમાં જ એક એવોર્ડ ફંક્શનમાં સુપર સિઝલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. ઈવેન્ટમાં જેણે પણ રશ્મિકાને ગ્લેમરસ અને સ્ટનિંગ ગાઉનમાં જોઇ તે તેને જોતા જ રહી ગયા.
View this post on Instagram
રશ્મિકા મંદાનાનું રેડ ગાઉન બેકલે હતુ, જેમાં તે એટલી સુંદર લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઇ હતી. રશ્મિકા મંદાનાએ લાલ બેકલે ડ્રેસ સાથે ગ્લોઈંગ લિપસ્ટિક, ચમકદાર આઈશેડો, આઈલાઈનર અને મસ્કરા સાથે લુક કંપલીટ કર્યો હતો. લાલ બેકલે ડ્રેસમાં રશ્મિકાનો લુક એકદમ ફાયર લાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર રશ્મિકાના વીડિયો અને ફોટો આવતાની સાથે જ છવાઇ ગયા હતા. જો કે, ઘણા લોકોનું માનવું છે કે રશ્મિકા આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ દેખાતી નહોતી. ઘણા લોકો રશ્મિકાને તેના ડ્રેસ માટે ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
રશ્મિકાના વાયરલ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી – મને ગમ્યું. પરંતુ આ ડ્રેસમાં તે અસહજ લાગી રહી છે. તમે આવા કપડાં કેમ પહેરો છો ? અન્ય એક યુઝરે લખ્યું – એવું લાગે છે કે તે તેના ડ્રેસમાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી છે. અન્ય એક યુઝરે રશ્મિકાને ટ્રોલ કરતા લખ્યું – તમે આવો ડ્રેસ કેમ પહેરો છો, મને સમજાતું નથી. બરાબર ચાલી શકતા નથી. બેસી શકતા નથી, આ કેવી ફેશન છે?
View this post on Instagram
સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે. સખત મહેનત અને શાનદાર અભિનયના દમ પર રશ્મિકાએ ખૂબ જ જલ્દી ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન હાંસલ કરી લીધું છે. તે પોતાના અભિનયનો જાદુ લોકો પર ચલાવી ચૂકી છે. આ દિવસોમાં રશ્મિકા પોતાના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં છે. રશ્મિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પામાં જોવા મળી હતી.
View this post on Instagram
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી હતી.હવે ટૂંક સમયમાં તે ‘મિશન મજનુ’માં જોવા મળવાની છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.રશ્મિકા ટૂંક સમયમાં જ ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. સાઉથ સિનેમાની ક્વિનને બોલિવૂડમાં કેટલો પ્રેમ મળે છે તે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.