આખુ ગામ જેના પાછળી ગાંડુ છે તે નેશનલ ક્રશ એટલે કે રશ્મિકા મંદાના આ સુપરસ્ટાર પાછળ છે ગાંડી, જાણો કોણ છે એ ખુશનસીબ

2 બાળકોના બાપ પર આવી ગયું રશ્મિકા મંદાનાનું દિલ, જાણો કોના પર દિલ હારી બેઠી અભિનેત્રી

સાઉથ બ્યુટી રશ્મિકા મંદન્નાએ બહુ ઓછા સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી દીધી છે અને પોતાની સુંદરતા દ્વારા તેને નેશનલ ક્રશનો ટેગ પણ મળ્યો છે. આ અભિનેત્રીએ ‘ગીતા ગોવિંદમ’, ‘ભીષ્મ’ અને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે. ગયા વર્ષે જ, રશ્મિકાએ તેલુગુ સિનેમામાં કાર્તિ અભિનીત ‘સુલતાન’ સાથે ડેબ્યૂ કર્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી તે બાદશાહના એક મ્યુઝિક વીડિયો ટોપ ટકરમાં પણ જોવા મળી હતી અને તેના દ્વારા તેની લોકપ્રિયતા વધી હતી.

પરંતુ શું તમે જાણો છો કે રશ્મિકા મંદાના પણ કોઈની મોટી ફેન છે અને તે તેને પોતાનો ડ્રીમ હીરો માને છે. રશ્મિકા જેના કરોડો ચાહકો છે પરંતુ તેનું તેના મનપસંદ સ્ટાર સાથે કામ કરવાનું સપનું છે અને તેનું નામ છે ‘માસ્ટર’ ફેમ થલપતિ વિજય. આ વાતનો ખુલાસો અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા’ અભિનેત્રીએ તેની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું કે તેનો એક તમિલ સ્ટાર ક્રશ છે જેની સાથે તે સ્ક્રીન શેર કરવા માંગે છે. રશ્મિકાએ ‘ભીષ્મ’ના પ્રચારની વચ્ચે આ વાત કહી હતી.

નેશનલ ક્રશ તરીકે જાણીતી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનું નામ ઘણીવાર તેની ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના અભિનેતા વિજય દેવેરાકોંડા સાથે જોડાય છે. જો કે લોકો રશ્મિકાની સ્મિત અને તેના ચહેરાના હાવભાવથી આકર્ષાય છે, પરંતુ રશ્મિકાનો ક્રશ અને તેના સપનાનો હીરો માને સુપરસ્ટાર વિજય જોસેફ એટલે કે થલપથી વિજય છે. જોકે, વિજય પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. રશ્મિકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તમિલ કલ્ચર તેના પર ઘણો પ્રભાવ પાડે છે અને તે માત્ર તમિલિયન છોકરા સાથે જ લગ્ન કરવા માંગે છે.

રશ્મિકાના કહેવા પ્રમાણે, હું તમિલનાડુની સંસ્કૃતિ અને ખાસ કરીને તેમના ખોરાકથી ખૂબ પ્રભાવિત છું. હું તમિલ ભોજનના પ્રેમમાં છું અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આશા રાખું છું કે હું તમિલ સાથે લગ્ન કરીશ અને તમિલનાડુની વહુ બનીશ. જોસેફ વિજય પણ એક તમિલિયન છે, પરંતુ સમસ્યા એ છે કે તે પહેલેથી જ પરિણીત છે અને 2 બાળકોના પિતા છે. રશ્મિકા મંદન્નાને બોલિવૂડમાંથી ઘણી ફિલ્મોની ઓફર પણ મળી છે.

રશ્મિકા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે. રશ્મિકા મંદન્ના હાલમાં એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે. રશ્મિકા ખૂબ જ ઓછા સમયમાં ટોલીવુડમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી અભિનેત્રી બની ગઈ. તે જલ્દી જ ફિલ્મ મિશન મજનૂ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકા મંદન્નાએ પોતાનું સ્કૂલિંગ કોડાગુની કૂર્ગ પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. જ્યારે તેણે મૈસુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમર્સ એન્ડ સાયન્સમાંથી અભ્યાસ કર્યો.

કરિયરની વાત કરીએ તો તેણે 4 વર્ષમાં લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં કિરિક પાર્ટી, અંજની પુત્ર, ચમક, ચલો, ગીતા ગોવિંદમ, દેવદાસ, યજમાન, ડિયર કોમરેડ, સરીલેરુ નેક્કેવારુ અને ભીષ્મ, પોગારુ અને સુલતાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રશ્મિકા ટૂંક સમયમાં મિશન મજનૂ અને ગુડબાય જેવી ફિલ્મોમાં જોવા મળશે. 5 એપ્રિલ, 1996ના રોજ વિરાજપેટ કર્ણાટકમાં જન્મેલી રશ્મિકા માત્ર તેના આઉટફિટ્સ જ નહીં પરંતુ તેના ક્યૂટ ચહેરા, સુંદરતા અને સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં છે.

disabled