રશ્મિકા મંદાનાએ સ્પોર્ટ્સ બ્રામાં દેખાડ્યું કઈંક એવું કે ચિંતા છે કે ઘણાને તે ગમશે નહીં - Chel Chabilo Gujrati

રશ્મિકા મંદાનાએ સ્પોર્ટ્સ બ્રામાં દેખાડ્યું કઈંક એવું કે ચિંતા છે કે ઘણાને તે ગમશે નહીં

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની સુંદરતાના કારણે નેશનલ ક્રશ બની ગઈ છે. પુષ્પાની શ્રીવલ્લી બન્યા બાદ તો જાણે તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરી ચાહકોને કાયલ કરતી રહે છે. ચાહકો પણ  રશ્મિકાની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેત્રી પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી, અને ઘણીવાર નવા ફોટા શેર કરી ચાહકોના દિલ જીતી લે છે. હાલમાં જ રશ્મિકાએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેણે પોતાની ફિટનેસનું રહસ્ય પણ જાહેર કર્યું છે.

રશ્મિકાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. અભિનેત્રીએ તસવીર સાથે લખ્યું, ‘મને ખબર નથી કે મને આ ફોટો પોસ્ટ કરવાની મંજૂરી છે કે નહીં… તમારામાંથી ઘણાને તે ગમશે નહીં, પરંતુ હું એ કહેવા માટે સ્ટોરી પોસ્ટ કરી રહી છું કે તમારું ફિટનેસ ગોલ વર્કઆઉટ હોવું જોઈએ. સ્થિર, ફિઝિયો સાથે, તમારા આહાર સાથે, તમારા વિચારો સાથે, તમારી મુસાફરી સાથે, માત્ર શાંત રહો અને આનંદ કરો… થોડો સમય મજા નહીં આવે પણ જ્યારે તમને આદત પડી જશે…

ત્યારે તમને ખ્યાલ આવશે… હું તમારા માટે મારો પ્રેમ મોકલી રહી છું.’ તમને જણાવી દઈએ કે રશ્મિકા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. ટૂંક સમયમાં રશ્મિકા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પુષ્પાની સફળતાએ હિન્દી બેલ્ટમાં પણ અભિનેત્રીની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો છે. અભિનેત્રીની એક નહીં પરંતુ ત્રણ બોલિવૂડ ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

અભિનેત્રી મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, ગુડબાયમાં અમિતાભ બચ્ચન અને અનટાઈટલ્ડ ફિલ્મમાં વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ‘ડિયર કોમરેડ’ રશ્મિકાની હિટ ફિલ્મોમાંથી એક છે જેમાં તે અર્જુન દેવેરાકોંડા સાથે જોવા મળી હતી.

Live 247 Media

disabled