કંઈક આવા અંદાજમાં સન્ડે એન્જોય કરતી જોવા મળી રશ્મિ, જુઓ આ શું ખાઈ રહી છે ગુજરાતી હિરોઈન - Chel Chabilo Gujrati

કંઈક આવા અંદાજમાં સન્ડે એન્જોય કરતી જોવા મળી રશ્મિ, જુઓ આ શું ખાઈ રહી છે ગુજરાતી હિરોઈન

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિ દેસાઈ જેણે ટીવી પર પોતાની મોટી ઓળખ બનાવતા પહેલા ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક દાયકા કરતાં વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં છે અને વર્ષોથી કેટલાક સફળ દૈનિક સોપ્સ અને રિયાલિટી શોનો ભાગ રહી છે. રશ્મિએ ‘તુલસી’, ‘બલમા બડા નાદાન’, ‘હમ બલબ્રહ્મ ચારી તુ કન્યા કુમારી’, ‘ગજબ ભાઈ રામ’, ‘કબ હો ગયા ગૌના હમ્મર’ અને ‘નદિયા કે તીર’ જેવી ઘણી લોકપ્રિય ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનય ઉપરાંત તે તેના ગ્લેમરસ અને ફેશનેબલ દેખાવ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ફેમસ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના લાંબા એક્ટિંગ કરિયરમાં ઘણું નામ કમાવ્યું છે.

રશ્મિ પોતાની દિલકશ અદાઓ અને બિંદાસ અવતાર માટે જાણવામાં આવે છે. એવામાં ગત રવિવારે રશ્મિ એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી હતી.  રશ્મિએ પોતાનું વિકેન્ડ ખુબ એન્જોય કર્યું હતું, જેની તસવીરો પણ રશ્મિએ શેર કરી છે. સામે આવેલી તસ્વીરોમાં રશ્મિએ મલ્ટી કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

રશ્મિએ આ આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આઉટફિટ પર રશ્મિએ કમર પર બેલ્ટ બાંધેલો છે જે તેને વધુ સ્ટાઈલિશ બનાવી રહ્યો છે, રશ્મિએ પગમાં શૂઝ પણ પહેર્યા છે અને પર્સ કેરી કર્યું છે. તસ્વીરો જોઈને લાગી રહ્યું છે કે તે કોઈ રેસ્ટોરેન્ટમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરવામાં મૂડમાં છે.

રશ્મિએ આ અવતારમાં અલગ અલગ પોઝ આપ્યા છે. આ સમયે રશ્મિએ ભોજનનો પણ લુપ્ત ઉઠાવ્યો  હતો, અને તેણે સ્વાદિષ્ટ ફૂડની તસવીરો પણ શેર કરી છે. તસવીરો શેર કરીને રશ્મિએ કેપ્શનમા લખ્યું કે,’સન્ડે બિન્જ”. રશ્મિનો આ ક્યૂટ અવતાર ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

આજે તેણે દેશભરમાં એક અલગ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં ચાહકો તેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે. રશ્મિ પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી અને આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલી રહે છે.રશ્મિનો દરેક દેખાવ તેના ચાહકો માટે એક સુંદર સરપ્રાઈઝ છે.ટીવીના સૌથી લોકપ્રિય શો ઉત્તરનમાં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી રશ્મિ દેસાઈ લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી.

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, તેને ઉત્તરન સિરિયલથી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેણે તપસ્યાનું પાત્ર ભજવ્યું હતું. રશ્મિ દેસાઈના અફેરની વાતો પણ ઓછી નથી. તેના લગ્ન ઉત્તરન સિરિયલ ફેમ નંદિશ સંધુ સાથે થયા હતા.

જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. રશ્મિ દેસાઈ પણ સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. જોકે, તે વિજેતા બની શકી ન હતી. તે એકતા કપૂરની સીરિયલ નાગીનનો પણ ભાગ રહી ચૂકી છે. રશ્મિ દેસાઈએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 ના એક ગીતમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યાના થોડા સમય પછી તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતુ. રશ્મિ મુંબઈમાં જ મોટી થઈ હતી અને તેણે અહીંથી જ સ્કૂલિંગ કર્યું હતું. આજે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હોઈ શકે છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે લાંબી મુસાફરી કરી છે. રશ્મિએ 2002માં આસામી ફિલ્મ કન્યાદાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 2004માં બોલિવૂડમાં પગ મૂક્યો.

તેની પ્રથમ ફિલ્મ યે લમ્હે જુદાઈ કે હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.ટીવી જગતમાં રશ્મિ દેસાઈએ ટીવી શો ‘રાવણ’માં મંદોદરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેને ખરી ઓળખ વર્ષ 2009માં શરૂ થયેલા ટીવી શો ‘ઉતરન’થી મળી હતી. રશ્મિ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે.

તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાની એક પણ તક છોડતી નથી. રશ્મિ ઘણા વર્ષોથી ભોજપુરી ફિલ્મોનો ભાગ છે.’ઉતરન’ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી. તેના હિટ શોમાં ‘જરા નચકે દિખા’, ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 7’, ‘ખતરો કે ખિલાડી 6’, ‘નાગિન’, ‘ઇશ્ક કા રંગ સફેદ’ અને ‘દિલ સે દિલ તક’નો સમાવેશ થાય છે.

yc.naresh

disabled