રણવીર સિંહે બધા જ કપડા કાઢીને કરાવ્યુ એવું બોલ્ડ ફોટોશૂટ કે જોઇને તમે પણ કહેશો- યે કયા કર દીયા રે બાબા... - Chel Chabilo Gujrati

રણવીર સિંહે બધા જ કપડા કાઢીને કરાવ્યુ એવું બોલ્ડ ફોટોશૂટ કે જોઇને તમે પણ કહેશો- યે કયા કર દીયા રે બાબા…

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ એવા બી-ટાઉન સ્ટાર્સમાંથી એક છે જે પોતાની અસામાન્ય ફેશન સેન્સને કારણે સમાચારમાં રહે છે. રણવીર લગભગ દરરોજ તેની ડ્રેસિંગ સ્ટાઈલ પર પ્રયોગ કરતો જોવા મળે છે. ઘણીવાર તે તેની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે ટ્રોલિંગનો શિકાર પણ બને છે. જો કે આ બધું હોવા છતાં તે પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ પોતાના હિસાબે પસંદ કરે છે. ત્યારે ફરી એકવાર રણવીર સિંહે ઇન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું છે.

તાજેતરમાં, અભિનેતાની કેટલીક આવી તસવીરો સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. હાલમાં જ રણવીર સિંહની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. અભિનેતાએ એક મેગેઝીન માટે કપડા વગર ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીર સામે આવતાં જ આગની જેમ વાયરલ થઈ રહી છે. અભિનેતાએ આ બોલ્ડ ફોટોશૂટ એક પ્રખ્યાત મેગેઝિન માટે કરાવ્યું છે. આ તસવીરોમાં અભિનેતા સંપૂર્ણપણે કપડા વગર જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Paper Magazine (@papermagazine)

રણવીરના આ ફોટોશૂટે બધાને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં રણવીર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેના સ્નાયુબદ્ધ શરીરને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ મેગેઝિન ‘પેપર’ આવી સેલિબ્રિટીઓના બોલ્ડ ફોટોશૂટને કવર કરવા માટે પ્રખ્યાત છે. આ એ જ મેગેઝિન છે જેણે 2014માં ફેમસ સોશ્યલાઈટ કિમ કાર્દાશિયનનું બોલ્ડ ફોટોશૂટ કરીને આખી દુનિયામાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ફોટા સાથે મેગેઝીનની અંદર રણવીરનો ઈન્ટરવ્યુ પણ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Ashish Shah (@ashishisshah)

તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેના માટે શારીરિક રીતે નગ્ન થવું સરળ છે. રણવીરે કહ્યું કે તે તેના કેટલાક અભિનયમાં એટલો નગ્ન છે કે તેની આત્મા જોઈ શકાય છે. અભિનેતાએ તેને ‘ખરેખર નગ્ન હોવું’ ગણાવ્યું. તેણે વધુમાં કહ્યું કે તે હજારો લોકોની સામે નગ્ન થઈ શકે છે અને તેને તેની પરવા નથી. જો કે, મોટાભાગે લોકો અસ્વસ્થતા અનુભવે છે!’આ ફોટા જોઈને યુઝર્સ અભિનેતાને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે રણવીરને મિલિંદ સોમનથી પ્રેરિત ગણાવ્યો હતો.”

ત્યાં બીજાએ દીપિકા પાદુકોણની પ્રતિક્રિયા વિશે વિચારતા લખ્યું- “દીપિકા દીદી યે દેખ કે ક્યા કહેનેગી?” આ સિવાય ઘણા ચાહકો રણવીરની આ શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકોએ રણવીરની આવી સ્ટાઈલ આજ પહેલા ક્યારેય જોઈ નથી. જણાવી દઇએ કે, રણવીર સિંહ પહેલા મિલિંદ સોમને ભારતમાં આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું હતુ, જોકે ગોવામાં ખુલ્લી જગ્યામાં આ પ્રકારનું ફોટોશૂટ કરવા બદલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ રણવીરે આ ફોટોશૂટ બંધ રૂમમાં કરાવ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર તાજેતરમાં નેટફ્લિક્સ પર એડવેન્ચર સિરીઝમાં જોવા મળ્યો હતો. અભિનેતા હવે અભિનેત્રી આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે, જે 11 ફેબ્રુઆરી, 2023ના રોજ થિયેટરોમાં આવશે.

Live 247 Media

disabled