ભોજપુરી કવીન રાની ચેટર્જી દરગાહમાં જતા લોકોએ ઉઠાવ્યા ધર્મના સવાલ, ખરાબ રીતે કરી ટ્રોલ... - Chel Chabilo Gujrati

ભોજપુરી કવીન રાની ચેટર્જી દરગાહમાં જતા લોકોએ ઉઠાવ્યા ધર્મના સવાલ, ખરાબ રીતે કરી ટ્રોલ…

દરગાહમાં શું કરી રહી છે ગંદી ગંદી ફિલ્મો વાળી અભિનેત્રી? તસવીરો જોઈને હાજા ગગડી જશે

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી ફિલ્મો અને તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. રાની ચેટર્જી મુસ્લિમ છે પરંતુ હિંદુ નામનો ઉપયોગ કરે છે. આ કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો છે. તેવામાં ફરી વાર રાની ચેટર્જી ધર્મને લઈને ફરી એકવાર નવા વર્ષે લોકોના નિશાના પર આવી છે.

અભિનેત્રી નવા વર્ષ નિમિત્તે દરગાહ પહોંચી અને ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. પરંતુ કેટલાક લોકોને તે ગમ્યું નહીં અને તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે પોતાની સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. તેવામાં રાની ચેટર્જીએ મહિમ દરગાહ શરીફની મુલાકાત લઈને નવા વર્ષની શરૂઆત કરી હતી. ત્યાં તેણે અલ્લાહ પાસેથી આશીર્વાદ લીધા હતા. આ સમય દરમ્યાનની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

રાનીએ તસવીરો તેના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં રાની ચેટર્જી જીન્સ અને બ્લેક ટી-શર્ટ સાથે માથે દુપ્પટો ઓઢેલો જોવા મળી રહી છે. તેણે ચહેરા પર માસ્ક પહેરેલું છે. તસવીરના કેપ્શનમાં રાનીએ લખ્યું હતું કે, દરગાહ જઈને નવા વર્ષની શરૂઆત કરી.

 

View this post on Instagram

 

A post shared by Ranichatterjee (@ranichatterji_999)

નવા વર્ષે અભિનેત્રીનું દરગાહ પર જવાનું કદાચ કેટલાક લોકોને પસંદ આવ્યું નહિ અને તેના કારણે રાનીને ટ્રોલીંગનો શિકાર બનવું પડ્યું હતું. રાની ચેટર્જીની આ તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘મંદિરની જગ્યાએ દરગાહ યોગ્ય છે’. તો બીજા એક યુઝરે લખ્યું કે, ‘આપણા ભગવાન મરી ગયા છે?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘નવા વર્ષની શરૂઆત અયોધ્યાથી કેમ ન થાય.’ આ સાથે એક યુઝરે રાની ચેટર્જીના ધર્મ પર સવાલ ઉઠાવતા લખ્યું, ‘રાની ચેટર્જી કે રાની ખાન.’

જણાવી દઈએ કે રાની ચેટર્જીનું સાચું નામ ‘સબિહા શેખ’ છે. તેની પ્રથમ ફિલ્મ ‘સસુરા બડા પૈસાવાલા’માં મંદિરમાં ફિલ્મ શૂટ માટે નામ બદલીને રાની ચેટર્જી રાખવામાં આવ્યું હતું. ત્યારથી તે તેના હિંદુ નામથી જ પ્રખ્યાત થઈ છે. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીની ઉંમર 33 વર્ષની છે. આ અભિનેત્રીએ પણ અત્યાર સુધી તેનું ઘર વસાવ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનદીપ બામરની સાથે રિલેશનશિપમાં હતી. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ લગ્ન કોઈક કારણોસર થઇ શક્યા નહિ.

Live 247 Media

disabled