રાની ચેટર્જીની આ મોટા નેતા સાથેની તસવીર થઇ વાયરલ, પ્રશંસક બોલ્યા- હવે કેરિયરની એક બે ત્રણ થઇ જશે - Chel Chabilo Gujrati

રાની ચેટર્જીની આ મોટા નેતા સાથેની તસવીર થઇ વાયરલ, પ્રશંસક બોલ્યા- હવે કેરિયરની એક બે ત્રણ થઇ જશે

જેની ઉપર ફિદા છે આખું બિહાર UP એ સંસ્કારી ચણાવાળી ફટાકડીએ ઉઠાવ્યું મોટું પગલું…એની સાઈઝ જોઈને ગાંડું થાય છે ગામ

અભિનેત્રી રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની સૌથી પોપ્યુલર બોલ્ડ હિરોઈન છે. રાની તેની જબરદસ્ત એક્ટિંગ દ્વારા ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તાજેતરમાં, રાનીએ ઇન્સ્ટાગ્રામ પર બે ચોંકાવનારા ફોટા શેર કર્યા છે. પોતાની એક્ટિંગથી ચાહકોને દીવાના બનાવનારી રાની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

તાજેતરમાં, રાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં, તેનું અદભુત ટ્રાન્સફોર્મશન જોવા મળી રહ્યુ છે. અભિનેત્રી રાનીએ તેના વર્ષ 2014 અને 2020 ના ફોટા શેર કર્યા છે, જેના પરથી ક્લિયર થાય છે કે અભિનેત્રીએ લગ્ભટ 7વર્ષમાં કેટલું વજન ઘટાડ્યું છે. અભિનેત્રીનો નવો ટ્રોન્સફોર્મર લુક જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

પ્રિયંકા ગાંધી સાથે રાની ચેટર્જીની તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રાનીને હવે કોંગ્રેસ તરફથી ટિકિટ મળી ગઈ છે. જો કે, આજ તક સાથે વાત કરતા આ અંગે સ્પષ્ટતા કરતા તે કહે છે કે હાલમાં તે ચૂંટણી લડી રહી નથી, તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા આપતા રાની કહે છે કે, હું યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છું.

તેથી હું ચાહકોને સ્પષ્ટ કરી દઉં છું કે હું ચૂંટણી લડવાની નથી. જો તક મળશે તો હું ચોક્કસ ચૂંટણીમાં ઊભી રહીશ. જો કે મેં તેની શરૂઆત કરી છે. પ્રિયંકા ગાંધીના આ અભિયાન પર રાની કહે છે, “પ્રિયંકાજીએ મહિલાઓ માટે આ અભિયાન હાથ ધર્યું છે, તેનાથી હું ઘણી પ્રભાવિત થઇ છુ.” જેમાં આઠ લાખ મહિલાઓને નોકરીનું વચન આપવામાં આવ્યું છે. હું જાણું છું કે યુપીની મહિલાઓને સમર્થનની ખૂબ જરૂર છે. ત્યાંની છોકરીઓ ખૂબ જ પ્રતિભાશાળી છે, તેમને તક આપવાની જરૂર છે.

તેણે વધુમાં કહ્યુ, હું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ અભિયાન માટે પ્રચાર કરીશ.અભિયાનમાં જોડાવા પર રાની કહે છે, હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે મને લાયક ગણવામાં આવી. મને પ્રિયંકાજીની ઓફિસમાંથી ફોન આવ્યો અને આ અભિયાન વિશે જણાવવામાં આવ્યું. એ પણ પૂછ્યું કે શું તમે ટેકો આપવા માંગો છો. હું તરત જ સંમત થઇ. સાચું કહું તો મને ક્યારેય કોઈ પક્ષ પ્રત્યે કોઈ રાજકીય ઝુકાવ નથી રહ્યો. હું હંમેશા નારી શક્તિના સમર્થનમાં રહી છું,

જો મને સમાજ માટે કંઈક કરવાની તક મળી રહી છે, તો હું તેને કેવી રીતે નકારી શકું. એક નાગરિક તરીકે, આપણે પહેલાથી જ જોઈ રહ્યા છીએ કે આ સમયે જનતા શું સામનો કરી રહી છે, હું તે જોઉં છું. તેથી જ જ્યારે મને જનતા માટે કંઈક કરવાનો મોકો મળ્યો ત્યારે હું આગળ આવુ. રાનીના પ્રચાર કે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાથી શું બદલાશે. આના પર રાની કહે છે, મારા આગમન પર થોડા વધુ લોકો ધ્યાન આપશે. સરકાર બીજા પક્ષની હોવાથી મારી એન્ટ્રીથી લોકોનું આકર્ષણ વધશે.

લોકો વિચારશે કે હું કેમ આવી અને કેવી રીતે આવીવ્યો.જોકે ઘણા લોકો સ્પષ્ટ નથી કે હું લડી રહી છું કે નહીં. હું અત્યારે પ્રચાર કરી રી છું. હું આખા યુપીમાં જગ્યાએ જગ્યાએ પ્રચાર કરવા જઈ રહી છું. હું અપડેટ્સ પોસ્ટ કરતી રહીશ. પ્રિયંકાજી મને જ્યાં પણ કહેશે, હું ત્યાં જઈશ. રાનીએ પ્રિયંકા ગાંધી સાથેની તેની પ્રથમ મુલાકાતની વાત કરી, ત્યારે તેણે કહ્યુ,

હું પ્રિયંકાજીને મળીને ખૂબ જ ખુશ થઇ. તેમણે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને કહ્યું કે તમે લડી શકો છો. તેઓ ખૂબ જ શાનદાર છે. આટલા મોટા રાજકીય પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં તેઓ ખૂબ જ સાદા છે. અમારી વચ્ચે ઘણી કેઝ્યુઅલ વાતો પણ થઈ હતી. રાજકારણ સંબંધિત ભવિષ્યની યોજનાઓ પર રાની કહે છે કે, જો આવતા વર્ષે ચૂંટણી થશે તો હું તેમાં ઉભી રહીશ. હું રાજકારણમાં મારું ભવિષ્ય જોઉં છું. વિચારો, મારા બધા હીરો ભાજપમાં છે અને હું એકલી કોંગ્રેસના મેદાનમાં ઝંપલાવુ છું.

તો હવે મારી લડાઈ આ કટ્ટરપંથીઓ સાથે છે. જોકે, આ કલાકારોએ મને અભિનંદન સંદેશ મોકલ્યો છે. મિત્રો તરીકે, અમે ઉત્સાહિત છીએ, પરંતુ અમે પાર્ટી તરીકે કેવી રીતે વર્તશું, ચાલો જોઈએ. મને નથી લાગતું કે મારી ફિલ્મી કરિયર પર તેની કોઈ અસર પડશે.રાની દેશના કયા મુદ્દાઓ પર કામ કરવા માંગે છે. તેના પર તે કહે છે કે, હું ચોક્કસ મુદ્દાઓ પર વાત કરીશ, યુપીના મધ્યમ વર્ગના લોકો ખુશ નથી. તેઓ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. હું આના પર કંઈક કરવા માંગુ છું.

મહિલાઓના ઉત્થાન માટે ઘણું કરવાનું છે. હું એક સારા ઈરાદા સાથે જોડાયેલી છું અને હું જાણું છું કે ઉપરવાળાએ મારું ધ્યાન રાખવું જોઈએ.રાનીનો સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં ગ્લેમરસ અવતાર છે. આવી સ્થિતિમાં તે ઇમેજ વિશે કેટલા જાગૃત હશે.

આના જવાબમાં રાની કહે છે કે, રાજકારણી બન્યા પછી પણ મારા વર્તનમાં કોઈ બદલાવ આવવાનો નથી. તે જેવી હતી તેવી જ રહેશે. ન તો જિમ છોડશે, ન તો ફિલ્મ મિસ થશે, ન તો ગ્લેમર ખત્મ થશે. બધું જ રહેશે. મારો કોઈ પુનર્જન્મ થયો નથી, હું ગીતામાંથી સીતા નહીં બનીશ. મેં હમણાં જ એક નવી જવાબદારી લીધી છે. હું અહીં જવાબદારી નિભાવું છું, તેથી હું અહીંના કોસ્ચ્યુમ પહેરીશ, જ્યારે હું એક્ટિંગ કરીશ તો ત્યાં મારો આઉટફિટ અલગ હશે.

રાની ચેટર્જીએ વર્ષ 2004માં ‘સસુરા બડા પૈસાવાલા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના વિરુદ્ધ મનોજ તિવારીએ કામ કર્યું હતું. આ પછી અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મો આપી. તેની પાસે ‘લેડી સિંઘમ’, ‘ભાભી મા’, ‘બાબુલ કી ગલિયાં’, ‘છોટકી ઠાકુરૈન’, ‘કસમ દુર્ગા કી’, ‘તેરી મહેરાબનિયાં’ અને ‘હેરા ફેરી’ જેવી ઘણી ફિલ્મો છે.

Live 247 Media

disabled