ઉપરનું બધું દેખાય જાય તેવો ડ્રેસ પહેરી વાણી કપૂર ફસાઇ ગઇ ભીડ વચ્ચે, પછી રણબીર કપૂરે કર્યુ એવું કે...લોકોએ કહ્યુ- જેન્ટલમેન છે આ તો... - Chel Chabilo Gujrati

ઉપરનું બધું દેખાય જાય તેવો ડ્રેસ પહેરી વાણી કપૂર ફસાઇ ગઇ ભીડ વચ્ચે, પછી રણબીર કપૂરે કર્યુ એવું કે…લોકોએ કહ્યુ- જેન્ટલમેન છે આ તો…

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર લગભગ 3 વર્ષના લાંબા ગાળા પછી ફરીથી મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. બેક ટુ બેક, તેની બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, એક ‘શમશેરા’ અને બીજી ‘બ્રહ્માસ્ત્ર’. રણબીરની ‘શમશેરા’ આ મહિને 22 જુલાઈએ રિલીઝ થવા જઇ રહી છે, જેમાં વાણી કપૂર અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. રણબીર કપૂર પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ રણબીર અને વાણી આ ફિલ્મના પ્રમોશન માટે રિયાલિટી શોના સેટ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભીડથી ખરાબ રીતે ઘેરાઈ ગયા હતા. રણબીર કપૂર અને વાણી કપૂરનો આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

બંને કલાકારો ભીડને ચીરતા આગળ વધવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જો કે, વીડિયોમાં રણબીર કપૂર વાણીને ભીડથી પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ રણબીરના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું- રણબીર એક જેન્ટલમેન છે. ત્યાં બીજાએ લખ્યું- એક એવો માણસ જે મહિલાઓની કિંમત જાણે છે અને આ જ કારણ છે કે રણબીર દરેકનો ફેવરિટ છે. એક ચાહકે લખ્યું – તે સુપરસ્ટાર છે. જો કે, કેટલાકે ફની કમેન્ટ્સ પણ કરી છે અને કહ્યું છે કે રણબીર વાણીને ઢાલ બનાવીને પોતાને બચાવી રહ્યો છે કે શું ?

જણાવી દઈએ કે રણબીર અને વાણી ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર પહોંચ્યા હતા, જ્યાં નીતુ કપૂર પણ હાજર હતી. નીતુ કપૂરે શોમાં દીકરા રણબીરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને પછી ‘શમશેરા’ના મુખ્ય કલાકારો સાથે શાનદાર પ્રદર્શન કર્યું. જણાવી દઈએ કે રણબીર છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘સંજુ’માં જોવા મળ્યો હતો. ચાર વર્ષ બાદ તેની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આ વર્ષે રણબીર તેની પત્ની આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બહ્માસ્ત્ર’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે, જેને લઇને ચાહકો ઘણા ઉત્સુક પણ છે. આ ઉપરાંત રણબીર તેના અંગત જીવનને લઇને પણ હાલ ચર્ચામાં છે. રણબીર અને આલિયાએ હાલમાં જ એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા અને લગ્નના બે મહિના બાદ આલિયાએ પ્રેગ્નેંસીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા હાલમાં જ રવિવારે તેના હોલિવુડ પ્રોજેક્ટનું શુટિંગ પૂર્ણ કરી મુંબઇ પરત ફરી હતી, તેને લેવા માટે પતિ રણબીર આવ્યો હતો. જો કે, આલિયા માટે આ સરપ્રાઇઝ હતુ. રણબીરને જોતા જ આલિયા દોડીને તેને બેબી કહી તેને ગળે લગાડ્યો હતો. આ દરમિયાન આલિયાના બેબી બંપની ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. આટલા મોટા બેબી બંપને જોતા હવે લોકો ચર્ચા કરી રહ્યા છે કે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી.

Live 247 Media

disabled