આલિયા ભટ્ટ પહેલા એક-બે નહિ પરંતુ 7 હસીનાઓ સાથે રહ્યા છે હેન્ડસમ હંક રણબીર કપૂરના સંબંધો, જાણો - Chel Chabilo Gujrati

આલિયા ભટ્ટ પહેલા એક-બે નહિ પરંતુ 7 હસીનાઓ સાથે રહ્યા છે હેન્ડસમ હંક રણબીર કપૂરના સંબંધો, જાણો

આ દિવસોમાં બીટાઉનના કોરિડોરમાં લોકપ્રિય અને ક્યુટ કપલમાંના એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. રીપોર્ટ્સ અનુસાર, આલિયા અને રણબીરના લગ્ન 13 એપ્રિલથી 17 એપ્રિલની વચ્ચે યોજાવાના છે. કપલના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગ વેન્યુ પર નહીં, પરંતુ આરકે હાઉસમાં થશે. રણબીર અને આલિયાને એક બનતા જોવા માટે ચાહકો આતુર છે. બોલિવૂડનો હેન્ડસમ હંક રણબીર કપૂર આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. રણબીર કપૂર એક એવો અભિનેતા છે જે એક-બે નહીં પરંતુ અનેક હસીનાઓને દિલ આપી બેઠો હતો.

આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા તેનું નામ બોલિવૂડની ઘણી હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. રણબીર કપૂરના અફેરની યાદીમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ પાકિસ્તાની અભિનેત્રીનું નામ પણ સામેલ છે. આ જ કારણ છે કે રણબીર કપૂરને બોલિવૂડના હાર્ટથ્રોબ લવર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આલિયા ભટ્ટ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.તમને જણાવી દઈએ કે આલિયા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા રણબીર કપૂર ઘણી સુંદરીઓના પ્રેમમાં પડ્યો હતો. તો ચાલો જાણીએ કે, આલિયા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા રણબીર કઇ હસીનાઓને ડેટ કરી ચૂક્યો છે.

1.દીપિકા પાદુકોણ : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના પ્રેમ પ્રકરણની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. ફિલ્મ બચના એ હસીનોના સેટ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. પરંતુ તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને અંતે તેઓ અલગ થઈ ગયા. એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યુ હતુ કે, તેણે રણબીરને એક અન્ય યુવતિ સાથે જોયો હતો. બ્રેકઅપ બાદ બંનેએ ફિલ્મ યે જવાની હૈ દીવાની અને તમાશામાં સાથે કામ કર્યું હતું અને હવે બંને એકબીજાના સારા મિત્રો છે.

2.કેટરીના કૈફ : દીપિકા પાદુકોણ પછી જો રણબીર કપૂરના અન્ય કોઈ અભિનેત્રી સાથેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી તો તે હતી કેટરિના કૈફ. તેમના સંબંધોની શરૂઆત અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગ દરમિયાન થઈ હતી. તે બંને તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હતા અને કેટરિના કૈફ પણ એકવાર કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં સામેલ થઈ હતી. પરંતુ તેમના સંબંધોમાં ઘણી સમસ્યાઓ હતી અને તેમની છેલ્લી ફિલ્મ જગ્ગા જાસૂસના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

3.સોનમ કપૂર : સોનમ કપૂર અને રણબીર કપૂરે ડેબ્યુ કરતા પહેલા સંજય લીલા ભણસાલીની બ્લેક ફિલ્મમાં અસિસ્ટ કર્યુ હતુ. સમાચાર મુજબ, સોનમ કપૂર અને રણબીર કપૂર ફિલ્મ સાંવરિયા દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા, ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તૂટી ગયો.

3.અવંતિકા મલિક : રણબીર કપૂર બોલિવૂડ કરિયર શરૂ કરતા પહેલા જ અવંતિકા મલિકને ઓળખતો હતો. બંને એક જ કોલેજમાં હતા અને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા જોકે થોડા સમય પછી તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે બાદમાં અવંતિકાએ આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા.

4.નરગીસ ફખરી : નરગીસ ફખરીએ રણબીર કપૂરની સાથે ઇમ્તિયાઝ અલીની રોકસ્ટારથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ બંનેની સિઝલિંગ ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. નરગીસ ફખરીએ અભિનેતાની માતા નીતુ કપૂર સાથે પણ સારા સંબંધો શેર કર્યા છે. બંને ઘણી વખત એકબીજા સાથે સ્પોટ થયા હતા, પરંતુ તેઓએ પોતાના સંબંધોને લોકોથી છુપાવીને રાખ્યા હતા.

5.નંદિતા મહતાની : નંદિતા મહતાની કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની છે. તે એક ફેશન ડિઝાઇનર છે. તે રણબીર કરતાં 11 વર્ષ મોટી છે. બંને વચ્ચેના એજ ગેપને કારણે આ બંનેના રિલેશનશિપની ઘણી જ ચર્ચા થઈ હતી. જો કે, બંને ક્યારેય પબ્લિકમાં સાથે જોવા મળ્યા નહોતા. થોડાં સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતા. હાલમાં નંદિતા એક્ટર વિદ્યુત જામવાલને ડેટ કરી રહી છે.

6.માહિરા ખાન : જ્યારે રણબીર કપૂરની પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન સાથેની તસવીર ન્યૂયોર્કની સડકો પરથી સામે આવી ત્યારે બધાની નજર આ બંને પર ટકેલી હતી. આ બંનેની તસવીર જોઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ માહિરા ખાન સાથે રણબીર કપૂરનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

7.એન્જેલા જોનસન​​​​​​​ : વર્ષ 2011માં રણબીરનું અફેર સાત વર્ષ નાની એન્જેલા સાથે હોવાની ચર્ચા હતી. બંને એકસાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. એન્જેલાએ બિન્દાસ રીતે કહ્યું હતું કે તે રણબીર સાથે છે અને તેની સાથે બહાર પણ જાય છે. આ વાત રણબીરને સહેજ પણ ગમી નહોતી અને પછી બંને અલગ થઈ ગયા હતા.

આલિયા અને રણબીરના પ્રેમ સંબંધની વાત કરીએ તો સમયની સાથે તેમના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. બંને એકબીજાને અપાર પ્રેમ કરે છે. ફિલ્મફેરને આપેલા તેના એક ઈન્ટરવ્યુમાં આલિયાએ રણબીરને એક અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો હતો. આલિયાએ કહ્યું- રણબીર બિલકુલ મુશ્કેલ વ્યક્તિ નથી. તે ખૂબ જ સરળ છે. રણબીર એક સુંદર વ્યક્તિ છે, કાશ હું પણ તેના જેવી જ સ્વીટ હોત. તે એક અભિનેતા, એક માનવી અને દરેક બાબતમાં મારા કરતા ઘણા સારા છે. તે જ સમયે, એ પણ કોઈથી છુપાયેલ નથી કે રણબીર કપૂરનું નામ ઘણા લોકો સાથે જોડાયેલું છે.

રણબીરના પાછલા સંબંધો પર વાત કરતાં આલિયાએ કહ્યું- શું ફરક પડે છે ? તે માનવ જીવનનો એક ભાગ છે અને તેની કોને પડી છે? અને હું કંઇ થોડીના કમ છું. આલિયાની વાતથી સ્પષ્ટ છે કે તેને રણબીર કપૂરના ભૂતકાળના સંબંધો પર કોઈ વાંધો નથી. તે માત્ર રણબીર સાથેના તેના પ્રેમ અને મજબૂત બોન્ડમાં વિશ્વાસ રાખે છે. આલિયા અને રણબીરનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ખરેખર કોઈના પણ દિલને સ્પર્શી શકે છે. ચાહકો હવે આલિયાને રણબીરની દુલ્હન બનતા જોવા માંગે છે.

Live 247 Media

disabled