મહેશ બાબુના ભાઈના પાર્થિવ દેહ પાસે બેસીને દીકરાને જોતી રહી વૃદ્ધ મા, પિતાની આંખમાં છલકી ઉઠ્યા આંસુ, અંતિમ વિધિનો નજારો જોઈને ભાવુક થઇ જશો - Chel Chabilo Gujrati

મહેશ બાબુના ભાઈના પાર્થિવ દેહ પાસે બેસીને દીકરાને જોતી રહી વૃદ્ધ મા, પિતાની આંખમાં છલકી ઉઠ્યા આંસુ, અંતિમ વિધિનો નજારો જોઈને ભાવુક થઇ જશો

સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર ગત રોજ આવ્યા. સાઉથના સુપર સ્ટાર તરીકે જાણીતા અભિનેતા મહેશ બાબુના મોટાભાઈ રમેશ બાબુનું નિધન થયું, જેનો શોક ઇન્ડસ્ટ્રીમાં ફરી વળ્યો. રવિવારે મહેશ બાબુના મોટાભાઈ રમેશ બાબુનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થયો, જ્યાંથી ખુબ જ ભાવુક કરી દેનારા દૃશ્યો સામે આવ્યા.

રમેશ બાબુના પાર્થિવ દેહને રવિવારે સવારે 11 વાગે પદ્માલય સ્ટુડિયોની અંદર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, અને લગભગ 12 વાગે મહાપ્રસ્થાનમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કારની કેટલીક તસવીરો પણ સામે આવી છે જે દરેકની આંખો ભીની કરી રહી છે.

તસ્વીરોમાં રમેશ બાબુના વૃદ્ધ પિતા પોતાની નમ આંખે દીકરાને અંતિમ વિદાય આપી રહ્યા છે. તો તેમની વૃદ્ધ માતા ઇન્દિરા દેવી દીકરાના પાર્થિવ શરીર પાસે બેઠી છે. તો પિતા કૃષ્ણા પણ દીકરાના પાર્થિવ દેહને એક ધાર્યું જોઈ રહ્યા છે. તેમને પણ તમેની આંખો ઉપર વિશ્વાસ નથી થઇ રહ્યો કે હવે તેમનો દીકરો આ દુનિયામાં નથી.

રમેશ બાબુની નિધન પણ એવા સમયમાં થયું છે જયારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે. 7 જાન્યુઆરીના રોજ મહેશ બાબુએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.  રમેશ બાબુના નિધનની પુષ્ટિ નિર્દેશક રમેશ વર્માએ કરી હતી. રમેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અહીંયા સ્તબ્ધછું . રમેશ બાબુ ગુરુ.  કૃષ્ણા ગુરુ, મહેશ બાબુ ગુરુ અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના, ૐ શાંતિ.”

રમેશ બાબુ સુપરસ્ટાર કૃષ્ણાના મોટા દીકરા હતા. તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રીના લોકોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પિન કલ્યાણ સમેત ઘણી મોટી મોટી હસ્તીઓએ રમેશ બાબુના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે.

મહેશ બાબુની જેમ તેમના  ભાઈ પણ સાઉથ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ હતા. તેમને 1974માં “અલ્લુરી સીતારામારાજુ”થી સ્ક્રીન ઉપર ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ રમેશ બાબુએ ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ના ઈલે ના સ્વર્ગમ, અન્ના ચેલેલું, ચિન્ની કૃષ્ણુડુ જેવી હિટ ફિલ્મો સામેલ છે. રમેશ બાબુ ઘણી ફિલ્મોમાં નાના ભાઈ મહેશ બાબુ સાથે પણ સ્ક્રીન શેર કરી ચુક્યા છે.

Uma Thakor

disabled