બાલિકા વધુના ડાયરેક્ટરનો થયો ખરાબ હાલ, ગુજરાન ચલાવવા માટે વેચી રહ્યો છે શાકભાજી - Chel Chabilo Gujrati

બાલિકા વધુના ડાયરેક્ટરનો થયો ખરાબ હાલ, ગુજરાન ચલાવવા માટે વેચી રહ્યો છે શાકભાજી

કોરોના મહામારીને કારણે ફક્ત લોકોએ જીવ જ નથી ગુમાવ્યા પરંતુ લોકોની જિંદગી પણ બરબાદ કરી નાખીછે. કોરોના વાયરસને કારણે લાખો-કરોડો લોકો બેરોજગાર થઇ ગયા છે. લ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રી પણ કોરોનાના કારણે ઘણું પ્રભાવિત થયું છે.
ફિલ્મ અને ટીવી સિરિયલનું શૂટિંગ ઘણા મહિનાઓ સુધી બંધ રહ્યું હતું જેના કારણે આ ઉદ્યોગથી જોડાયેલા કર્મીઓ પણ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યં છે.

સિરિયલ બાલિકા વધુના અને કુછ તો લોગ કહેંગેના ડાયરેક્ટર રામવૃક્ષની પણ આ જ હાલત થઇ ગઈ છે જેના કારણે તેમને શાકભાજીની લારી લઈને ઘરે ઘરે જઈ શકભાજી વેચી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ કસ્બાના ફરહાબાદ નિવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ આવ્યા હતા. તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કરવા કરવા માટે ઘણી જ મહેનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યારબાદ ટીવી પ્રોડક્શનના બીજા વિભાગોમાં પણ ભાગ્યને અજમાવ્યું હતું.

ધીમે ધીમે તેમનો અનુભવ વધતો જતા તેમને નિર્દેશન કરવાનો અવસર મળ્યો. નિર્દેશનનું કામ રામવૃક્ષને પસંદ આવી ગયું અને તમને આ જ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું. પહેલા ઘણી ધારાવાહિકમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. પછી એપિસોડ ડાયરેક્ટર અને યુનિટ ડાયરેક્ટરનું કામ કર્યું.

ત્યારબાદ તેમને ક્યારેય પાછળ વળીને ના જોયું. રામવૃક્ષે બાલિકા વધુમાં યુનિટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યારબાદ “ઇસ પ્યાર કો ક્યાં નામ દુ, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જુનિયર જી” જેવી સિરિયલમાં કામ કરવાનો અવસર મળ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમના કામની પ્રસંશા થઇ તો તેમને ફિલ્મોમાં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો.

રામવૃક્ષે બોલીવુડમાં પણ ઘણા લોકો સાથે કામ કર્યું છે. આવનારા દિવસોમાં ભોજપુરી અને હિન્દી ફિલ્મોના કામ પણ તેમની પાસે છે, પરંતુ આ કોરોના મહામારીના કારણે તેમના બધા જ કામ અટકી ગયા છે. જેના કારણે પ્રોડ્યુસર પણ આર્થિક સંકટમાં છે. માટે કામ થોડા સમય પછી હજુ શરૂ થશે.

રામવૃક્ષ તેના ગામમાં કોરોના સંક્ર્મણ પહેલા આવ્યા હતા. મુંબઈમાં તેમનું પોતાનું એક ઘર પણ છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે તે પરત ના શક્યા ના હતા. હવે આર્થિક હાલત એટલી ખરાબ થઇ રહી છે કે તેમને પોતાના પિતાનો જ ધંધો કરવો પડે છે. રામવૃક્ષના પિતા શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા તો હવે રામવૃક્ષ શાકની લારી લઇ અને ઘરે ઘરે જઈ શાક વેચી રહ્યા છે.

divyansh

disabled