ફેમસ શો "રામાયણ"ના આ દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન, જીતી ચૂક્યા છે અનેક એવોર્ડ્સ - Chel Chabilo Gujrati

ફેમસ શો “રામાયણ”ના આ દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન, જીતી ચૂક્યા છે અનેક એવોર્ડ્સ

ટીવીના ફેમસ  પોપ્યુલર શો “રામાયણ”ના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદીનું થઓડાસ સમય પહેલા જ નિધન થયુ હતુ. તેમના નિધનથી બધા દુખી હતા. ત્યારે હવે વધુ એક દિગ્ગજ અભિનેતાના નિધનથી શોકની લહેર છવાઇ ગઇ છે. રામાયણના વધુ એક ફેમસ અભિનેતાનું નિધન થયુ છે. રામાયણના ફેમસ કેરેક્ટરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. રામાયણમાં ભગવાન રામના બાળપણના મિત્ર નિષાદ રાજનું પાત્ર નિભાવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યા હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમના નિધનની ખબર મળતા જ રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ચાહકોને જાણકારી આપી. આ ખબરે બધાને હચમચાવીને રાખી દીધા છે.

ચંદ્રકાંત પંડ્યાએ રામાયણ સહિત લગભગ 100થી વધુ હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમજ ધારાવાહિકોમાં કામ કર્યુ છે. આ ટીવી શોમાં વિક્રમ વેતાલ, સમ્પૂર્ણ મહાભારત, હોતે હોતે પ્યાર હો ગયા, તેજા, માહિયાર કી ચુડી, સેઠ જગદંશા, પાટલી પરમાર જેવા અનેક સામેલ છે. તેમને રામાયણ ધારાવાહિકથી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે.

દીપિકા ચિખલિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિષાદ રાજ એટલે કે ચંદ્રકાંત પંડ્યાની તસવીર શેર કરતા તેમના નિધનની જાણકારી આપી છે. આ ખબરથી ચાહકો જ નહિ પરંતુ રામાયણના બધા કેરેક્ટર દુખી છે. તમને જણાવી દઇએ કે, ચંદ્રકાંત પંડ્યાને લોકો પ્રેમથી બબલા નામથી બોલાવતા હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1946ના રોજ ગુજરાતના બનાસકાંઠાના ભિલડી ગામમાં થયો હતો. તેમના પિતા એક બિઝનેસમેન હતા અને બાદમાં તે ગુજરાતથી આવી મુંબઇમાં વસી ગયા હતા.

Live 247 Media

disabled