પિન્ક મીની સ્કર્ટ પહેરીને હજારો લોકોની ભીડ વચ્ચે ખુરશી પર બેસવું સાઉથની સંસ્કારી રકૂલને પડ્યું ભારે, જુઓ ઉપ્સ મોમેન્ટ - Chel Chabilo Gujrati

પિન્ક મીની સ્કર્ટ પહેરીને હજારો લોકોની ભીડ વચ્ચે ખુરશી પર બેસવું સાઉથની સંસ્કારી રકૂલને પડ્યું ભારે, જુઓ ઉપ્સ મોમેન્ટ

સાઉથ અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પોતાની સુંદરતા અને ફેશનને લીધે લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. રકુલે ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના અમુક જ સમયમાં સારી એવી ઓળખ અને લોકપ્રિયતા બનાવી લીધી છે. રકુલ અત્યાર સુધીમાં એકથી એક હિટ ફિલ્મો આપી ચુકી છે. રકુલ આવનારી ફિલ્મ કઠપૂતલીમાં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેતા અક્ષય કુમાર પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

ફિલ્મનું ટ્રેલર પણ સામે આવી ચુક્યું છે, જે દર્શકોએ ખુબ પસંદ કર્યું છે. ફિલ્મમાં સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી દેખાડવામાં આવશે.  લાંબા સમય બાદ અક્ષય કુમાર એક નવી જ સ્ટોરી લઈને આવી રહ્યો છે. ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર આવનારી 2 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ વચ્ચે રકુલે હોટ ફોટોશૂટ કર્યું છે અને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. સામેં આવેલી તસ્વીરોમાં રકૂલ પિન્ક મીની સ્કર્ટ અને બ્રાલેટ પહેરેલી દેખાઈ રહી છે, અને સાથે પિન્ક બ્લેઝર પણ કેરી કર્યું છે. આ આઉટફિટ સાથે રકુલે લાઇટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે. રકુલે કાનમાં ડાઈમન્ડ ઇયરરિંગ પણ પહેરી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

તસવીરો શેર કરીને રકુલે લખ્યું કે,”હંમેશા જીવનની ગુલાબી સાઈડ તરફ જુઓ” રકૂલની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે. જણાવી દઈએ કે રકુલે આ આઉફીટ ફિલ્મ કઠપુતલીના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માટે પસંદ કર્યા હતા. આ ઇવેન્ટમાં અક્ષય કુમાર અને જેકી ભગનાની હાજર રહ્યા હતા. ફિલ્મમાં ટીવી અભિનેત્રી શરગૂન મહેતા પણ જોવા મળશે. જો કે ઇવેન્ટમાં સમયે રકૂલની સાથે સ્ટેજ પર એવું બન્યું કે તે ચારે તરફ ચર્ચાનો વિષય બન્યું છે.

રકૂલ આ ડ્રેસમાં એકદમ અસહજ લાગી રહી હતી અને વારંવાર પોતાનો ડ્રેસ ઠીક કરી રહી હતી.આ સિવાય ખુરશી પર બેસતી વખતે પણ તેનો ડ્રેસ ઉપર તરફ ખસી ગયો હતું અને તે વારંવાર પોતાના ડ્રેસને નીચેની તરફ કરી રહી હતી અને હાથ વડે કવર કરી રહી હતી. રકુલના આ ઉપ્સ મોમેન્ટનો વિડીયો પણ સામે આવ્યો છે.

રકૂલ છેલ્લી વાર અજય દેવગણ સાથે ફિલ્મ રનવે 34માં જોવા મળી હતી. આ ફિલ્મને પણ લોકોએ ખુબ પસંદ કરી હતી. રકુલની આવનારી ફિલ્મો ડોક્ટર જી અને થેન્ક ગોડ હશે. આ સિવાય તેની સાઉથ ફિલ્મો પણ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય તેની તમિલ ફિલ્મો ઇન્ડિયન-2, 31 ઓક્ટોબર લેડીઝ નાઈટ પણ રિલીઝ થશે. જણાવી દઈએ કે રકૂલ અભિનેતા જેકી ભગનાની સાથેનાં રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. ફિલ્મ કઠપૂતલી પણ જેકી ભગનાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

Uma Thakor

disabled